ટંકારા ના જીવાપર ગામે વાડીમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો
ટંકારાના જીવાપર ગામે આ કામના આરોપીના કબજા વાળી જગ્યા પરથી વિદેશી દારૂ બિયરનો મોટો જથ્થો ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં આ કામના આરોપી ગીરીશભાઈ નરસિંહભાઈ સંઘાણી ના કબજા વાળી જગ્યા કુવાવાડી વાડીમાંથી કોઈપણ આધાર કે પાસ પરમિટ વગર ઇંગ્લિશ દારૂની 180 એમ.એલ તથા 750 ml ની નાની મોટી વિસકી ની બોટલો નંગ 83 કિંમત ₹33221 ઉપરાંત કિંગફિશર બીયર નંગ 93 કિંમત રૂપિયા 11,439 મળી કુલ 44,60 તથા મોબાઈલ ફોન સહિત કુલ કિંમત 49660 ના મુદ્દા માલ સાથે આરોપી ગીરીશ નરસિંહભાઈ સંઘાણી વિરુદ્ધ પ્રોહીબિશન અન્વયે નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે