ટંકારાના છતર ગામે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે યુવક આરોપીની દિકરી સાથે અગાઉ ફોન પર વાત કરતો હોય જે બાબતની જાણ આરોપીને થતા સારૂ ન લાગતા ત્રણ શખ્સોએ યુવકને લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઇ દેવજીભાઈ સારેસા (ઉ.વ.૨૩) એ આરોપી ભરતભાઈ અરવિંદભાઈ રાઠોડ, વિનોદભાઈ બાલાભાઈ રાઠોડ તથા રોહિતભાઈ વિનોદભાઈ રાઠોડ રહે બધાં. છતર ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩-૦૩-૨૦૨૪ ના રોજ આશરે રાત્રીના સાડા -આઠ નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપીની દિકરી સાથે અગાઉ વાતચીત કરવાના સંબંધ હોય જે આરોપીઓને જાણ થતા તે સારૂ નહી લાગતા આરોપી ભરતભાઈ અને વિનોદભાઈએ ઢીકા પાટુનો મુંઢ માર મારી તેમજ ગાળો આપેલ તેમજ આરોપી રોહિતભાઈએ તેના હાથમા રહેલ લોખંડનો પાઇપ ઝપાઝપીમા ફરીયાદીને માથાના ભાગે મારી દેતા માથામા લોહી નિકળતા માથાના ભાગે બે ટાકા આવેલ હોય જેથી ભોગ બનનાર રાજેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.