ટંકારા: છતર GIDCમા સત્યમ પોલીમર્સ ગોડાઉનના માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ
ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે GIDCમા આવેલ સત્યમ પોલીમર્સ ગોડાઉનમાં સીસીટીવી ન લગાડવા બદલ તેમજ ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવી જાહેરમાનો ભંગ કરતા સત્યમ પોલીમર્સ ગોડાઉનના માલિક વિરુદ્ધ ગુન્હો દાખલ.
મળતી માહિતી મુજબ મુળ ટંકારાના સાવડી ગામના વતની અને હાલ રાજકોટ રહેતા વિનેશભાઈ ભગવાનજીભાઈ ગોસરા (ઉ.વ.૩૮) તથા પ્રદિપભાઇ ગોવિંદભાઈ ચંડાટ રહે. મૂળ ટંકારાના હળબટીયાળી ગામના વતની અને હાલ રહે રાજકોટવાળા આરોપીઓએ પોતાની માલીકીનુ ગોડાઉન ભાડા પેટે આપી દેવા છતા ગોડાઉનમા કોઇપણ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડેલ ન હોય તેમજ ભાડાકરાર પોલીસ સ્ટેશન જમા કરાવેલ ન હોય આરોપીઓએ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી બંને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસે જાહેરમાં ભંગ હેઠળ પોલીસ મથકમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.