Thursday, January 30, 2025

મોરબીના ટંકારામાં ભુમાફિયાઓએ દેશના ફૌજીને પણ ના છોડ્યા: શહીદ સ્મારક સ્તંભ ઉખાડીને ફેક્યો આર્મીનું અપમાન!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જેની સુરક્ષામાં દેશ છે તે જ સુરક્ષિત નથી તેવો માહોલ બની ગયો છે, આ કૃત્ય થી દેશ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ 

દેશમા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આર્મીના ખંભે પગ મૂકીને સરકાર બનાવી હતી, હાલમાં દેશમાં આર્મીનુ સ્થાન લોકોના દિલમાં સન્માન્ય છે, તેમ છતાં ટંકારામાં દેશના શહિદ જવાનને ઠેશ પહોંચે તેવું કૃત્ય કરવમા આવ્યું છે જેથી કલેક્ટર કચેરી પણ ભરોષોના રહેતા એસ.પી. ને પોલીસ ફરિયાદ કરાઈ

ટંકારા ગામમાં ભૂ માફિયાઓ પર જાણે લગામ ન હોય તે બે લગામ મજા આવે તે જગ્યાએ બાંધકામ ખડકી દે છે ત્યારે ટંકારામાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા જાગૃત નાગરિકે લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

ટંકારા ગામના જાગૃત નાગરિક દ્વારા મોરબી જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ટંકારામાં ભૂમાફિયા બાપની ધોરાજી સમજી મનફાવે ત્યાં બાંધકામ ખડકી દે છે ત્યારે ટંકારા ગામમાં નવનિર્મિત કોર્ટની બિલ્ડીંગ સામે આવેલ સરકારી ખરાબાની જમીનમાં જ્યાં શહિદોની યાદમાં શહિદ વન બનાવવામાં આવ્યું છે તેમજ મેરી મીટી મેરા દેશ કેન્દ્ર સરકારના કાર્યકમ હેઠળ શહિદોની સ્મૃતિ સાથે કળશ યાત્રામાં ટંકારાના તત્કાલીન સરપંચ અને ગામના આગેવાનો તેમજ સૈનિકો હાજર રહેલ તે દરમ્યાન આ સ્થળને નુકસાન ના થાય તે માટે સરકાર દ્વારા પુર રક્ષક દિવાલ બનાવી આપી હતી.

પરંતુ તંત્ર કે પોલીસનો ડર ન હોય તેમ આ પવિત્ર ભુમિમા બનાવેલ શહિદ વન અને તેની યાદમાં બનાવેલ શહિદ સ્મારક સ્તંભઘ ભુમાફીયાઓએ ઉખાડી ફેંકી દેધેલ છે જે માફીને લાયક નથી આ કૃત્ય કરનાર તમામ જવાબદારોની અટક કરી તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવે અને ગેરકાયદેસર થતુ બાંધકામ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર