ટંકારા ભાજપ યુવા આગેવાન પણ બન્યો વ્યાજખોરોનો શિકાર: ફરીયાદ નોંધાઈ
ટંકારા ભાજપ યુવા આગેવાન મોરબી ભાજપ યુવા આગેવાનનો વ્યાજખોરીનો શિકાર બન્યો ?
ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવકે આરોપી પાસેથી વ્યાજે નાણાં લીધેલ હોય જે યુવકે પરત આપી દિધેલ હોવા છતાં વધું વ્યાજ લેવા માટે ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને ભાજપ આગેવાન બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા (ઉ.વ.૨૭) એ ભાજપના જ એક આગેવાન આરોપી હિરેનભાઇ રાજેશભાઈ પંડ્યા રહે. હાઉસીંગ બોર્ડ મોરબીવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ઉંચા વ્યાજે નાણા ધીરી ફરીયાદીએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતા બળજબરી પુર્વક વધુ વ્યાજ લેવા માટે ફરીયાદી પાસે નોટરી લખાણ લખાવી લઇ ફરીયાદીએ આપેલ કોરા ચેકમાં રકમ ભરી ચેક રીટન થતા કોર્ટમાં નેગો ૧૩૮ મુજબ કેસ કરી હેરાન પરેશાન કરી ઉચા વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.