ટંકારા વિસ્તારમાં રીક્ષામાં બેસાડી પેસેન્જરના ખીસ્સામાંથી રૂપિયાની ચોરી કરનાર બેલડી ઝડપાઈ
ટંકારા: ટંકારા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જરને બેસાડી પેસેન્જરની નજર ચુકવી રોકડા રૂપીયાની ચોરી કરતા બે ઇસમોને રીક્ષા તથા રોકડા રૂપીયા મળી કુલ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
એક રીક્ષામાં ત્રણ અજાણ્યા ઇસમોએ ટંકારા ખિજડીયા ચોકડી પાસેથી પોતાની રીક્ષામાં ભોગબનનારને પેસેન્જર તરીકે બેસાડી તેની નજર ચુકવી તેના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા-૫૦,૦૦૦/- શેરવી લઇ ચોરી કરી લઇ ગયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને મળેલ સયુક્ત બાતમીના આધારે સી.એન.જી. રીક્ષા નંબર- GJ-03-BT-6481 માં ગુનાને અંજામ આપનાર બે ઇસમો અશ્વિન છગનભાઇ તરશીભાઈ ચારોલીયા ઉવ-૨૧ રહે.રાજકોટ, કોઠારીયા રોડ, સુવાધી સોસાયટીની પાછળ, રણુજા મંદિર પાછળ, ઝુપડામાં તથા બાબુભાઇ ગાંડુભાઈ સોલંકી ઉવ-૬૦ રહે. રાજકો, માધાપર ચોકડી, માધાપરના ઢાળીયો ઉતરતા ડાબી સાઇડ, હનુમાનજીના મંદિર પાસે રાજકોટવાળાને ટંકારા લતીપર ચોકડી ખાતેથી હસ્તગત કરી પુછપરછ કરતા પોતે તથા અન્ય એક ઇસમ સંજય છગનભાઈ તરશીભાઇ ચારોલીયા રહે. રાજકોટ, કોઠારીયા રોડ, સુવાધી સોસાયટીની પાછળ, રણુજા મંદિર પાછળ, ઝુપડામાં તા.જી.રાજકોટવાળો એમ ત્રણ જણાએ મળી ચોરીના ગુનાની કબૂલાત આપતા અને નજર ચૂકવી સેરવી લીધેલ રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા મળી કુલ રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ગણતરીની કલાકોમાં અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આરોપી, મુદામાલ આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે. તેમજ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી સંજય છગનભાઈ તરશીભાઇ ચારોલીયા રહે. રાજકોટ, કોઠારીયા રોડ, સુવાધી સોસાયટીની પાછળ, રણુજા મંદિર પાછળ, ઝુપડામાં તા.જી.રાજકોટવાળને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.