Thursday, January 23, 2025

ટંકારા અને વાંકાનેરમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા અપીલ કરાઈ 

મોરબી: હાલમાં લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયેલું છે. જયારે તારીખ ૭ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે જે અન્વયે મોરબી જિલ્લામાં પણ મતદાન-યોજાનાર છે.

મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી તાજેતરમાં ટંકારા વિધાનસભા મત વિસ્તારના જોધપર (ઝાલા) તેમજ વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના જાલશિકા ગામ ખાતે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો અને મતદાન અંગે માહિતી આપવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત સર્વે ગ્રામજનોને મતદાનનું મહત્વ સમજાવી અવશ્ય મતદાન કરવા તેમના અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપવા જણાવ્યું હતું. ઊપસ્થિત ગ્રામજનોએ મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા અંગે શપથ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મતદારો જોડાયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર