Sunday, September 29, 2024

ટંકારા :- ખેતીવાડીના વીજ કનેક્શન માટે ટી.સી. સોર્ટેજ તાત્કાલિક પૂરી કરવાની માંગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, અને ચોમાસાની શરૂઆત થતાં જ ખેડૂતોએ પોતાનો પાક લેવા માટે વાવણી શરૂ કરી દીધી હોય છે. ત્યારે હાલ મોરબીમાં વરસાદ ખેંચાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ટંકારાના પરેશભાઈ ઉજરિયા એ ખેડૂતોના વીજળીના પ્રશ્નો જલ્દી હલ કરવા માટે રજૂઆત કરી છે.

પરેશભાઈ ઉજરિયા એ ટંકારા પીજીવીસીએલ ના ડેપ્યુટી ઈજનેર (ખેતીવાડી શાખા) ને લેખિતમાં જણાવ્યું છે કે ટંકારા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને ખેતીવાડી માટે ના કનેક્શનો મંજુર થયેલ હોય પરંતુ ટીસી ની અછત તથા અન્ય વીજ કનેક્શન ના અભાવના કારણે ખેડૂતોને હજુ સુધી પૂરતી વીજળી મળતી નથી અને ખેડૂતોને હાલ વીજ કનેક્શનની ખૂબ જ જરૂર હોય ત્યારે આ તમામ પ્રશ્નોનો તાત્કાલિક હાલ કરવા માટેની રજૂઆત કરી છે. વધુમાં તેઓ કહે છે કે ખેડૂતો દ્વારા અવારનવાર પીજીવીસીએલ કચેરીમાં ટીસીની માંગણી કરી હોય અને મંજૂર પણ થઈ ગયેલા હોય છતાં પણ ટીસી આપવામાં પીજીવીસીએલ દ્વારા વિલંબ કરવામાં આવે છે.જેથી આ તમામ પ્રશ્નોનો હલ કરવા માટે પરેશ ઉજરીયા એ લેખિતમાં રજૂઆત કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર