Thursday, February 13, 2025

ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા કુલ ૨૪૭ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું; શંકાસ્પદ કેસના સેમ્પલ રાજકોટ/અમદાવાદ રીફર કરાયા

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં કેન્સર રોગ અંગેના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજૂ કરી લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

આ કેમ્પમાં ગુજરાત કેન્સર રિચર્સ ઇન્સ્ટીટયુટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ ખાતેથી કેન્સર રોગનાં નિષ્ણાંત ડોક્ટર્સ હાજર રહ્યા હતા. આ સ્ક્રીનીંગ કેમ્પમાં ટંકારા તેમજ આજુબાજુનાં ગામડામાંથી આવેલા કુલ ૨૪૭ વ્યક્તિઓનું નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઓરલ કેન્સર માટે ૭૬, બ્રેસ્ટ કેન્સર માટે ૧૫ તેમજ સર્વાઈકલ કેન્સર માટે ૧૫૬ લોકોનું સ્ક્રીનીંગ કરી રોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જે દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા તેમના સેમ્પલ કલેક્ટ કરી આગળની તપાસ તથા સારવાર માટે રાજકોટ અને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં આરોગ્ય શાખાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેતા, ટંકારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.બાવરવા, એન.ટી.સી.પી.સોશ્યલ વર્કર, ટંકારા તાલુકા સુપરવાઈઝર, અગ્રણી જયંતિભાઈ ભાડેસિયા તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ અને તપાસ માટે આવેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર