તાનાશાહી: પરષોત્તમ રૂપાલાના મોરબી પ્રવાસ પહેલા ક્ષત્રીય સમાજના આગેવાનોને કરાયા નઝર કેદ
મોરબી: મોરબીમાં આજે પરષોત્તમ રૂપાલાનો પ્રવાસ છે તે દરમ્યાન એક તરફ પરષોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજમાં રોષનો માહોલ ત્યારે રૂપાલાના મોરબી પ્રવાસ પહેલા મોરબી ક્ષત્રીય સમાજ અને કરણીસેનાના આગેવાનોને નઝર કેદ કરી દેવામાં આવ્યા છે.
હાલ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈ કાલે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન યોજાયું હતું જેમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે પરષોત્તમ રૂપાલા સાંજે મોરબી પ્રવાસે આવવાના હોય તે પહેલાં જ આજે મોરબીમાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનોને ભાજપના ઇશારે પોલીસ દ્વારા વહેલી સવાર થી જ નજર કેદ કરવામાં આવ્યા છે પરષોત્તમ રૂપાલા મોરબી પ્રવાસમાં સાંજે આવવાના હોઈ તેમ છતાં સરમુખત્યારની જેમ ભાજપ ના ઇશારે પોલીસ દ્વારા કરવામાં આવલ કાર્યવાહીને મોરબી ક્ષત્રિય સમાજના લોકો સખત શબ્દોમાં વખોડી કાઢી છે.