તકેદારીના ભાગ રૂપે કારખાના માલીક/સંચાલકોને કલેક્ટર સૂચિત કર્યા
કારખાનામાં છાપરા રીપેરીંગ કે પતરા બદલાવવાની કામગીરી રોકવા આપી સુચના
મોરબી: હાલ સમગ્ર રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા કલેકટર દ્વારા મોરબી જીલ્લામાં આવેલ તમામ કારખાનાના માલિકો/સંચાલકોને સુચના આપી સુચીત કરવામાં આવ્યા છે.
જેમાં મોરબી જિલ્લામાં આવેલ તમામ કારખાનાના માલીક / સંચાલકોને સુચિત કરવામાં આવે છે કે તાજેતરમાં વાવાઝોડું આવવાની શક્યતા હોઈ, જેથી કારખાનામાં સિમેન્ટ શિટના છાપરાના રીપીરીંગ કે પતરા બદવાની કામગીરી તાત્કાલિક માટે રોકી/બંધ કરી નાખવા સુચના કરી છે અને LPG Tank અને તેની Pipelineને ખાલી કરી નાખવા સુચના આપવામાં આવી છે જેથી કોઇપણ જાતનું જોખમ ઉભું ન થાય માટે મોરબી જીલ્લા કલેકટરની સુચના અનુસાર તાત્કાલિક અસરથી અમલ કરવા સુચિત કરાયા છે.