ભારતમાં આ વર્ષે રમાનાર ટી 20 વર્લ્ડ કપમા પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર સંકટના વાદળ છવાય હતા તે હવે દૂર થવા જઇ રહ્યા છે. ભારત સરકારે પડોશી દેશોના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને વિઝા આપવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે અપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ માહિતી આપી હતી. બેઠકમાં જય શાહે કહ્યું કે નિર્ણયની માહિતી આઇસીસીને પણ આપવામાં આવી છે. જોકે, વર્લ્ડ કપમાં પાકિસ્તાની ચાહકો તેમના દેશને સપોર્ટ કરવા આવી શકશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. તેના વિશે આખરી નિર્ણય લેવાનો બાકી છે. આ વિશેની સચોટ માહિતી ટૂર્નામેન્ટના થોડા દિવસો પહેલા જ લઈ શકાય છે. પાકિસ્તાનની કેપ્ટનશીપ હાલમાં વિશ્વના વન ડે બેટ્સમેન બાબર આઝમ પાસે છે. જે તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાંથી પસાર થઈ રહ્યો છે, તે બીજી વખત ટી -20 વર્લ્ડ કપ જીતવાના ઇરાદાથી ભારતીય ધરતી પર પગ મૂકશે. ઘણા વર્ષોથી બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી થઈ નથી. બંને વચ્ચે ની રસાકસી ફક્ત આઇસીસી ટૂર્નામેન્ટમાં જ જોવા મળે છે. એક અહેવાલમાં જણાવાયું છે કે, ‘સર્વોચ્ચ સમિતિને કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈને ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટી -20 વર્લ્ડ માટે પાકિસ્તાનની ટીમ અને મીડિયાના વિઝાની મંજૂરી મળી ગઈ છે. ગૃહ મંત્રાલય પાકિસ્તાની ચાહકોને લગતા નિર્ણય લેશે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, ધર્મશાળામાં વર્લ્ડ ટી 20 હોસ્ટ થવાની સંભાવના છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ થશે તેવી શક્યતા છે.