મોરબી જિલ્લા પંચાયત દ્વારા ૩૫૭ કિલો જેટલા શાખાઓના નાશ કરવા પાત્ર રેકર્ડનો નિકાલ કરાયો
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અન્વયે જિલ્લા પંચાયત દ્વારા ૩૫૭ કિલો જેટલા શાખાઓના નાશ કરવા પાત્ર રેકર્ડનો નિકાલ કરાયો
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડાયું
સમગ્ર રાષ્ટ્રમાં ‘સ્વચ્છતા હી સેવા′ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.જેના ભાગરૂપે મોરબી જિલ્લા પંચાયત દ્વારા પણ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ૧ લી ઓક્ટોબર ૨૦૨૩ ના દિવસે સવારે ૧૦:૦૦ કલાક થી ૧૧:૦૦ કલાક સુધી જનપ્રતિનિધીઓની આગેવાની હેઠળ મહત્તમ લોકભાગીદારી થી ‘એક તારીખ એક કલાક’ સુત્ર સાથે મહાશ્રમદાન અંગે વિવિધ ગતિવિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત મોરબી હેઠળ આવતી જિલ્લા કક્ષાની કચેરી તેમજ તાલુકાની કચેરીઓ, ગ્રામ પંચાયત કચેરીઓ, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી કેન્દ્રો વગેરેના સ્થળોમાં સાફ સફાઇ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરી ખાતે સાફ સફાઇ હાથ ઘરી જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાઓના નાશ કરવા પાત્ર રેકર્ડમાં અંદાજે ૩૫૭ કિલો રેકર્ડનો નિકાલ કરવામાં આવ્યો હતો અને પંચાયતના પ્રાંગણમાં ‘સ્વચ્છતા હી સેવા’ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.