Wednesday, January 29, 2025

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: વિવિધ માધ્યમોએ પ્રસારણ કરેલ વિગતોની સીડી રજૂ કરવી પડશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ આગામી તા.૨૧-૦૨-૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લાની સામાન્ય/મધ્યસત્ર/પેટાચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ ન થાય તે માટે જાહેરનામુ બહાર પાડેલ છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, AM તથા FM રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનીક પ્રસાર માધ્યમોમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬:૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાની કમીટીના સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેકટર, મોરબી ની કચેરી ખાતે રૂબરૂ પહોંચાડવી અને સીડી પહોચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવી. જરૂરિયાતના પ્રસંગે ૨૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સીડી માંગવામાં આવે તો રજુ કરવી પડશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર