સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી શહેર દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું
સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઇ દવેના માર્ગદર્શન હેઠળ અને ઝોન સંયોજક દિલીપભાઇ ગઢવી અને નાથાલાલ ઢેઢીની સૂચના થી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી શહેર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી ના ભાગ રૂપે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવ” નુ આયોજન શ્રી ગોકુળ નગર પ્રાથમિક શાળા – મોરબી ખાતે ખુબ સરસ આયોજન કરવામા આવ્યું હતું જેમા જૂની રમતો વિદ્યાર્થીઓ ને રમાડવામાં આવી હતી. આ બધી રમતો રમાડવામાં ખુબ જ સારો સહયોગ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
જેમાં મોરબીનગર સંયોજક હષૅભાઇ કોઠારી,આચાર્ય -વિનોદભાઈ ગોધાણી અને નિતેશભાઇ રંગપડીયા,હિરેનભાઈ રૈયાણી,લલીતભાઈ ફેફર,હિતેન્દ્રભાઈ કાલરીયા અને શિક્ષકો હાજર રહ્યા હતા.