બિગ બોસ 10 ના સ્પર્ધક રહી ચૂકેલા એવા સ્વામી ઓમનું નિધન થયું છે. સ્વામી ઓમ થોડા સમયથી બીમાર હતા. 3 ફેબ્રુઆરી બુધવારે એટલે કે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા. લગભગ 2 મહિના પહેલા તે કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ત્યારબાદ તેને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી સ્વસ્થ થયા પછી તે ઘરે આવ્યા હતા. પરંતુ શારીરિક નબળાઇ અને કેટલાક રોગોના કારણે બુધવારે તેમનું અવસાન થયું. સ્વામી ઓમ દિલ્હીના અંકુર વિહાર રોહિણી વિસ્તારમાં રહેતા હતા.આજે તેમના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્વામી ઓમ બિગ બોસ સીઝન 10 ના સૌથી ચર્ચિત સ્પર્ધક રહી ચૂક્યા હતા. તેના વિવાદિત નિવેદનોથી તે ચર્ચામાં રહેતા હતા. બિગ બોસ 10 માં તેણે તેની એક સહ સ્પર્ધક બાની જે. પર યુરિન ફેંકી દીધૂ હતું. આ પછી બિગ બોસે તેને ઘરમાંથી કાઢી મુક્યા હતા. બિગ બોસ બાદ પણ તેના અજીબોગરીબ નિવેદનથી ભારે ચર્ચામાં રહેતા હતા. તેણે બિગ બોસની સહ-પ્રતિસ્પર્ધી પ્રિયંકા જગ્ગાને તેની ધર્મપુત્રી ગણાવી હતી. તે કહેતો હતો- ‘મારી પ્રિય ધર્મપુત્રી પ્રિયંકા જગ્ગા મારી પ્રિય સ્પર્ધક છે.’ આવા નિવેદનથી તેમજ તેના અલગ વિચારોથી તે ભારે ચર્ચામાં રહેતા હતા.