સ્વચ્છતા અભિયાન 2023 અંતર્ગત મોરબી જીલ્લા પંચાયતને શ્રેષ્ઠ કચેરીનો એવોર્ડ એનાયત
મોરબી: સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન-૨૦૨૩ હેઠળ સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર ખાતે આવેલ ખાતાના વડાની કચેરીઓ અને ક્ષેત્રિય કચેરીઓમાં પડતર તુમાર નિકાલની ઝુંબેશ, રેકર્ડ વર્ગીકરણની કાર્યવાહી, તેમજ દરેક કચેરીઓમાં રેકર્ડ રૂમની સાફ-સફાઈ, જાળવણી અને યોગ્ય રીતે રેકર્ડ નિભાવણી, ડેડસ્ટોકનો નિકાલ, કંડમ વાહનોનો નિકાલ વગેરે બાબતોને ધ્યાને રાખી ૨૫ ડિસેમ્બર-૨૦૨૩ સુશાશન દિવસના રોજ આ બાબતે શ્રેષ્ઠ કામગીરી કરેલ કચેરીઓને બિરદાવવાનું આયોજન કરવામાં આવેલ જેમાં દિગ્વિજયસિંહ ડી. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં આવેલ કચેરીઓમાં મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કચેરી તરીકે જિલ્લા પંચાયત – મોરબીને કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે.
વધુમાં ઉક્ત અભિયાન અંતર્ગત અને તે પહેલા પણ જિલ્લા પંચાયત મોરબી દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરી નાશ પાત્ર ફાઈલોનો નિકાલ કરેલ છે. તેમજ કચેરીમા બિન ઉપયોગી અને ખરાબ અથવા બંધ હાલત વાળા વેસ્ટ ફર્નિચર તથા ઇ-વેસ્ટની નિકાલની કામગીરી પણ સુચારૂ રૂપે કરેલ છે. સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઈ કચેરીની સાફ સફાઈ નિયમિત રૂપે થઈ શકે તે માટે વર્ગ ૧ થી ૩ કર્મચારી તથા અધિકારીઓને જવાબદારી સોપવા અંગેના હુકમ કરવામાં આવેલ. આમ ઉક્ત તમામ બાબતો અંગેની કામગીરી દિગ્વિજયસિંહ ડી. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી મોરબી ના હાથ હેઠળ કરેલ છે જેના પરીણામ રૂપે જિલ્લા પંચાયત મોરબીને BEST (શ્રેષ્ઠ) કચેરીનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.