આપઘાત કરવા નીકળેલી મહિલાનો 181 અભયમ ટીમ મોરબી દ્વારા જીવ બચાવાયો
મોરબી: ત્રાહિત વ્યક્તિનો 181 પર કોલ આવેલ જેમાં ત્રાહિત વ્યક્તિ એ જણાવેલ એક મહિલા આત્મ હત્યા કરવા મટે જવાનું કહેતા હોવાથી તેમના કાઉન્સિલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માગેલ હતી.
જેથી 181 મહિલા હેલ્પલાઇન પર ત્રાહિત વ્યક્તિ નો કોલ આવતાની સાથે 181 ટીમ કાઉન્સિલર બીના બેન ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિ બેન,પાયલોટ જીગર ભાઈ પીડિતા બહેનની મદદ માટે રવાના થયેલ. જેમાં સ્થળ પર પહોંચતા નિરીક્ષણ કરતા જાણવા મળેલ પીડિતા બહેનના હાથમા ચેકાના ઘા છે જેમાં બહેનને હાથમાં ઇજા થયેલ છે જેથી 108મા કોલ કરેલ જેમાં બહેનએ જણાવેલ તે સારવાર માટે 108ની સેવા લેવા માગતા નથી પીડિતા બહેનએ જણાવેલતે આત્મહત્યા કરવા માગે છે ટ્રક નીચે આવીને દેહ નો ત્યાગ કરવા માંગે છે એમ કહી ને પીડિતા બહેન એ દોટ મુકેલ રોડ પર જેથી 181 ટીમ બહેનની પાછળ ગયેલ અને બહેનને આશ્વાસન આપેલ અને તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરેલ.
જેમાં બહેનને પાણી પીવડાવેલ એક જગ્યા પર બેસાડેલા જેમાં પીડિતા બહેનએ જણાવેલ તે જે વ્યક્તિએ 181 પર કોલ કરેલ તેની સાથે 14 વર્ષ થયા લિવિંગ રીલેશનશિપમા રહે છે જેમાં કાલે પીડિતા બહેનના પુરુષ મિત્ર ઘરે આવેલ જેમાં લિવિંગમા સાથે રહેનાર વ્યક્તિએ તે બાબત પર શંકા કરેલ જેથી બોલાચાલી થયેલ જેમાં પીડિતા બહેનએ જણાવેલ તે જીવન જીવવા ઇચ્છતાના હોય જેથી આજ રોજ ચાકુ વડે હાથમાં ચેકા કરેલ અને હાલ પણ ટ્રક નીચે આવીને આત્મ હત્યા કરવા માટે દોટ મુકેલ હોય જેથી 181 ટીમ પીડિતા બહેનને આત્મા હત્યા કરવા માટે જતા રોકેલ અને તેમને સમજાવીને બચાવેલ બહેનને સમજાવેલ આત્મ હત્યા કરવી એ કોઈ હલ નથી અને બહેન સાથે કાઉન્સિલિંગ કરતા બહેનના હાથમાં પાટ્ટો વાળેલ જેમાં પીડિતા બહેન 108ની સેવા લેવાની ના પાડતા હોવાથી બહેનને આત્મ હત્યા કરવાના વિચાર ફરી હથીના આવે અને આગળની તબીબી સેવા તથા લોંગ કાઉન્સિલિંગ માટે મોરબીમા આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમા હેન્ડો અવર કરેલ છે.