Thursday, December 5, 2024

સુરતમાં 6 ડિસેમ્બર ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાંથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવતીકાલે ભીમ સૈનિકો રવાના થશે

મોરબી: મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિન 6 ડિસેમ્બર નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ (SSD)ના દ્વારા ગુજરાતના સુરત જિલ્લામાં રાજ્યલેવલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત તથા ભારતભરમાંથી લોકો મહારેલી યોજી ડો.બાબા સાહેબ તથા બહુજન મહાપુરુષોને મહાસલામી આપશે. ત્યારબાદ એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા મોરબી જિલ્લામાંથી તારીખ 05/12/24 ના રોજ સાંજે 5 કલાકે સિવિલ હોસ્પિટલ ચોક ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપી મોરબી જિલ્લાના સૈનિકો સુરત કાર્યક્રમમાં જવા માટે રવાના થશે. જેમાં વિક્રમભાઈ વણોલના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાંથી 5 બસ અને 10 ફોરવ્હીલ તથા અંદાજિત 500થી વધુ લોકો સુરત જવા માટે રવાના થશે. તેમજ સુરત ખાતે હજારોની સંખ્યામાં ભીમ સૈનિકો જોડાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર