મોરબીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં રહેતા યુવકે પક્ષઘાતની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૦૨મા રહેતા રમણભાઈ અશોકભાઈ ચુહાર (ઉ.વ.૨૦)ને પોતે બે વર્ષથી પક્ષઘાતની બીમારીથી પીડાતા હોય અને દવા ઉપર જીવન જીવતા હોય જેઓ કંટાળી જઈ પોતાની જાતે પોતાના ઘરે છતના ભાગે પતરાની નિચે લગાવેલ લાકડાની આડસમાં પ્લાસ્ટીકની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.