મોરબીના જાંબુડીયા ગામે ગળેફાંસો ખાઈ સગીરાનો આપઘાત
મોરબી: મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ લેટીગ્રેસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી સગીરાને તેમની મોટી ઠપકો આપતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સોનાલી ઉર્ફે મામની રાજેન્દ્ર સુરેન્દ્ર જેના ઉ.વ. ૧૭ રહે. હાલ મોરબીના જામ્બુડીયા ગામની સીમમા આવેલ લેટીગ્રેસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમા રૂમ નં. ૧૧ તા.જી. મોરબી મુળગામ નુઆસાહી,રાજપુર તા. તીહડી જી. ભદ્રક ઓરીસ્સાવાળીની મોટીબેન મોનતીબેને પોતાની નાની દિકરી દિવ્યાંશી રડતી હોય જેથી તેની સાર સંભાળ રાખવા માટે તેની મોટી બેને ઠપકો આપતા તેને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના રૂમમા જઇ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી પોતે પોતાની જાતે સાડી વડે ગળેફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.