વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો:મોબાઇલને માધ્યમ બનાવી વ્યાજના ચક્કરમાં ફસાવતા ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
તમારા બાળક સાથે આવું નાં થાય તેનું ધ્યાન દરેક માતા પિતાએ રાખવું જરૂરી: નહીતો તમે અને તમારું બાળક પણ આવા વ્યાજખોરોનો ભોગ બની શકો છો
ગુજરાત ભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરોને ડામવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે છતાં પણ મોરબીમાં દિવસે ને દિવસે વ્યાજ નાં ચક્રમાં અનેક લોકો ફસાય રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ -૧૧ માં ભણતા વિદ્યાર્થી વ્યાજના ચક્કરમાં ફસાવી ૭૫૦૦૦ રૂપિયાની ઉઘરાણી કરી તેમ છતા વધુ એક લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વિદ્યાર્થીને પતાવી દેવાની અને મોરબીમાં રહેવા નાં દેવાની ધમકી આપતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ગોલ્ડન માર્કેટની સામે રહેતા ચેતનભાઈ મનજીભાઈ ચિકાણી (ઉ.વ.૩૯) એ આરોપી દેવ અશોકભાઈ પનારા રહે. શક્તિ ટાઉનશિપ રવાપર ઘુનડા રોડ મોરબી તથા જયરાજભાઈ રમેશભાઈ જારીયા રહે. રવાપર ઘુનડા રોડ ઉમીયા નગર પાસે મોરબી તથા કિશન ગઢવી રહે. કાલીકા પ્લોટ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો ધો -૧૧ મા ભણતો હોય અને પંદર દિવસ પહેલાં આરોપી દેવ ફરીયાદીના દિકરા ને મળેલ હોય અને કહેલ કે એપલ કંપની નો આઈ ફોન એકસ મોડલ વાળો મોબાઈલ સસ્તામાં આવે છે. જો તારે જોતો હોય તો સસ્તામાં મળી જાય છે. જેથી ફરીયાદીના દિકરા એ તેમને કહેલ કે ના મારે નથી જોતો જેથી તેમને કહેલ કે એવું હોય તો તું એક દિવસ વાપરી જો અને ઘરે બતાવી જો. જેથી વિદ્યાર્થીએ તેના પિતા(ફરીયાદીને) મોબાઈલ બતાવી ને લેવાની વાત કરી તો તેમણે કહેલ કે આપણે આવા મોબાઈલ ની કાઈ જરૂર નથી. જેથી બીજા દિવસે ફરીયાદીના દિકરાએ જે પરીસ્થીતીમાં હતો તેજ પરીસ્થીતીમાં તે મોબાઈલ દેવ ને પરત આપી દિધેલ હતો. અને વિદ્યાર્થીએ તેમને કહેલ કે મારા ઘરેથી મોબાઈલ લેવાની ના પાડી છે.
બીજે દિવસે આરોપી દેવ અને જયરાજે ફરીયાદીના દિકરાને ઉભો રાખી કહેલ કે તે મોબાઈલ ની ડીસપ્લે તોડી નાખી છે અને તે મોબાઈલ જયરાજનો છે તારે તેન ૪૦,૦૦૦ રૂપિયા દેવા પડશે ત્યારે તે ફરીયાદીના દિકરાએ(વિદ્યાર્થીએ) રૂપિયા ન હોવાનું કહેતા જયરાજે આરોપી દેવ પાસેથી ૪૦ હજાર ૩૦ ટકા લેખે લેવાનું કહી આરોપી દેવ પાસેથી વ્યાજે રૂપિયા લઈ જયરાજને આપી દીધા હતા.
ત્યારબાદ ફરીયાદીના દિકરાએ કટકે કટકે વ્યાજે લીધેલ રકમ તથા વ્યાજ સહિત આરોપી દેવને રૂપિયા ૭૫,૦૦૦ આપી દિધેલ હોય.આ ઘટના અંગે ફરીયાદીને ખબર પડતા ફરીયાદ આરોપી જયરાજને મળતા આરોપીએ હજુ ૪૦ હજાર મુળ રકમ બાકી છે તેમ કહેતાં તે પણ આરોપીને ચૂકવી દીધી હતી. અને આ બાબતે આરોપી દેવને જણાવતા આરોપી જયરાજ ઉશ્કેરાયો હતો ફરીયાદીને ધમકી મારી હતી કે તારા છોકરાને ટુક સમયમાં એક લાખના ચક્કરમાં લય લયશ અને તારે જે થાય તે કરી લે જે અને ફરીયાદીને પતાવી દેવાની ધમકી આપી હતી ત્યાર બાદ કિશન ગઢવી નામના આરોપીનો ફોન આવેલ અને કહેલ કે મારે માનસ પાસે એક લાખ રૂપિયા લેવાના છે જેથી ફરીયાદીના દીકરને વ્યાજના ચક્કરમાં ફસાવી વધુ રૂપિયા પડાવવા ધમકીઓ મારતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.