નેપાળમાં સવારે જોરદાર આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 નોંધાઈ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 5:42 વાગ્યાની આસપાસ નેપાળ (સ્થાનિક સમય પ્રમાણે), કાઠમંડુથી 113 કિમી ઉત્તર પશ્ચિમમાં તેનું કેન્દ્ર સ્થિત હતું. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂકંપ વિજ્ઞાની ડો. લોકવિજય અધિકારીએ એક ખાનગી ન્યુઝ એજેન્સીને જણાવ્યું હતું કે, “આજે સવારે લગભગ 5:42 વાગ્યે લામજુંગ જિલ્લાના ભુલભૂલે ખાતે ભૂકંપ નોંધાયો છે.” હજી સુધી કોઈ જાનહાનિ અને કોઈ નુકસાનના અહેવાલ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે નેપાળમાં ભૂકંપની અસર ભારતના બિહારમાં પણ અનુભવાઈ હતી. બિહાર નેપાળની સરહદે છે ત્યારે નેપાળમાં આવેલા ભૂકંપની અસર બિહારમાં દેખાઈ રહી છે.આ ઉપરાંત યુએસજીએસના જણાવ્યા અનુસાર દક્ષિણ પૂર્વ પેસિફિક વિસ્તારમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.