સપ્તાહના ચોથા ટ્રેડિંગ ડે પર શેરબજાર ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરમાં સેન્સેક્સ ૩૫૮.૮૩ વધીને ૫૨,૩૦૦.૪૭ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦૨.૪૦ પોઇન્ટ વધીને ૧૫,૭૩૭.૭૫ અંક પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ડિવિસ લેબના શેર લીલા નિશાન સાથે બંધ થયા હતા. બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, યુપીએલ ના શેર લાલ નિશાના સાથે બંધ થયા હતા. સેક્ટરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે ઓટો સિવાયના તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા હતા . જેમાં ફાઈનાન્સ સર્વિસીસ, મેટલ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી, આઈટી અને મીડિયાનો સમાવેશ થાય છે.
બુધવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ૩૩૩.૯૩ પોઇન્ટ તૂટીને ૫૧૯૪૧.૬૪ બંધ રહ્યો હતો. નિફ્ટી 104.75 અંક ઘટીને 15635.35 ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના ટોચના 10 માં સાત કંપનીઓના બજાર મૂડીકરણમાં વધારો કર્યો
સેન્સેક્સના ટોપ 10માં સાત કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ગયા સપ્તાહે 1,15,898.82 કરોડ રૂપિયા વધ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ફાયદો થયો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્કના માર્કેટ વેલ્યુએશનમાં વધારો થયો હતો. બીજી તરફ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), ઇન્ફોસિસ અને આઇસીઆઇસીઆઇ બેંકના બજાર મૂડીકરણમાં ઘટાડો થયો હતો.