સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર; 16 ફેબ્રુઆરીના મતદાન અને 18ના મતગણતરી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજી ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ તારીખ સાથે જાહેર કરવામાં આવેલ છે. જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનુ 16 ફેબ્રુઆરીના મતદાન યોજાશે અને 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરાશે.27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવીની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત, 66 નગરપાલિકા આ સિવાય ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે અન્ય ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.