સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ 18 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી
SMC ના દરોડા બાદ 24 કલાક માંજ 18 જેટલાં કર્મચારીઓ ની આંતરિક બદલી
મોરબી જીલ્લામાં સતત વધી રહેલા ચોરી, લુંટ, ધાડ, મારામારી તથા ગોરખ ધંધા મના ક્રાઈમને કારણે મોરબી પોલીસ ઘુટણીયાભર થઈ ચુકી છે ત્યારે આવી પ્રવૃત્તિઓ અટકાવવા નિષ્ફળ નીવડી છે ત્યારે ખૂદ સ્ટેટ મોનિટરીંગ સેલને મેદાનમાં ઉતરવું પડ્યું છે ત્યારે જિલ્લા પોલીસની આબરૂનું ધોવાણ થઈ ચૂક્યું છે.
ત્યારે આજે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં 18 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી કરવામાં આવી છે જેમાં એ.એસ.આઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ ડ્રાઈવર સહિતના 18 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.પરંતુ… આગામી થોડા જ દિવસોમાં વધુ કેટલાક અધિકારીઓની બદલી થઈ શકે તેમ છે