રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરતા મોરબીના શિક્ષક
ગાંધીનગરના દ્વારકા હોલ સ્વર્ણિમ સંકુલ ખાતે ડો.નિમાંબેન આચાર્ય વિધાનસભા અધ્યક્ષ અને બ્રિજેશભાઈ મેરજા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના મંત્રી અગ્ર સચિવ અંજુબેન શર્મા તથા નિયામક ની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ દિવ્યાંગ પારિતોષિક સમારોહમાં દિવ્યાંગ હોવા છતાં પોતાની ખામીને ખૂબીઓમાં પરિવર્તીત કરી પોતાના કર્મને જ ધર્મ માની પોતાના વ્યવસાય પ્રત્યે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બની શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી રાજ્યના શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષક તરીકે મોરબીની રાજપર તાલુકા શાળામાં ફરજ બજાવતા દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયાને પારિતોષિક પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધારેલ છે.
પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૫ મા મોરબી જિલ્લાના તમામ અધિકારી તથા કર્મચારીઓમાં કામ કરવાની /કરાવવામાં પરસ્પર સ્વસ્થ પ્રતિસ્પર્ધાનો ભાવ ઉત્પન્ન થાય અને પોલીસ વિભાગને લગતી તથા અન્ય સામાજીક પ્રવૃતિઓની કામગીરી કરવામાં ઉત્સાહપૂર્વક અને પ્રેરણાદાયક રીતે ઉમદા કામગીરી કરવા ઉત્સુકતા વધે તેવા હેતુથી માસ દરમ્યાન ઉત્કૃષ્ટ કરેલ કામગીરી માટે...