Thursday, November 21, 2024

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આજથી શરુ,પ્રથમ દિવસે 300 પ્રવાસીઓ આવ્યા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી આજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત કેવડિયાના અનેક પ્રોજેક્ટો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આજે પ્રથમ દિવસે 300 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે પહોંચ્યા હતા, પરંતુ, પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે.વ્યૂઈંગ ગેલેરીમાં હવે રોજ 7 હજાર લોકોને પ્રવેશ મળશે.કોરોનાના કેસો વધતા એક દિવસમાં માત્ર 200 લોકોને જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યુઈંગ ગેલેરીમાં જવા માટે મર્યાદા કરી દેવાઇ હતી, પરંતુ હવે સ્ટેચ્યૂ ઓફ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરીમાં એક દિવસમાં 7000 ટિકિટનો સ્લોટ કરી દેવામાં આવ્યો છે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની અંદર જવાની ટિકિટ અનલિમિટેડ કરી દેવાઇ છે. પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટેની 380 રૂપિયાની કિંમતની 165 પ્રવાસીઓ વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવી છે અને વ્યુઈંગ ગેલેરી જોવાની 1030 રૂપિયાની કિંમતની એક્સપ્રેસ ટિકિટ 22 પ્રવાસીઓએ બુકિંગ કરાવી હતી.ગત વર્ષે 6 મહિના સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ રહ્યું હતું.SOUની સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક પણ ખુલ્યા. બીજી બાજુ ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા 17મી નક્કી કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ અને કોલેજ સંચાલકો ભારે મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર