Friday, January 10, 2025

અનુસૂચિત જાતિના વકીલો માટે ડૉ.પી.જી. સોલંકી નાણાકીય સહાય યોજના અમલી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના વકીલોને નાયબ નિયામક, અનુ. જાતિ કલ્યાણનો અનુરોધ

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામક, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલી ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાકીય સહાય યોજના (સ્ટાઇપેન્ડ)માં મોરબી જિલ્લાના કાયદાની પદવી મેળવીને પ્રેક્ટીસ કરવા માંગતા અનુસૂચિત જાતિના યુવાનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના કારણે વકીલાતની સ્વતંત્ર પ્રેક્ટીસ કરી શકતા નથી અને અધવચ્ચે પ્રેક્ટીસ છોડી દેતા હોય છે. તેથી આવી અનુસૂચિત જાતિની વ્યક્તિઓને તાલીમ આપનાર સીનીયર વકીલને માસિક ૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી આપવામા આવે છે. વકીલાતની તાલીમ શરૂ કરે તે પ્રથમ વર્ષેથી જુનિયર વકીલને પ્રથમ વર્ષેઃ માસિક ₹.૧૦૦૦/-,બીજા વર્ષેઃ માસિક ₹.૮૦૦/-,ત્રીજા વર્ષેઃ માસિક ₹૬૦૦/- આપવામા આવે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે (૧) ગુજરાત બાર કાઉન્સીલમાં નોંધણી કરાવ્યેથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. (૨) સિનિયર વકીલ ઓછામાં ઓછા ૧૦ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટીસ કરતા હોવા જોઇએ. (૩) આ યોજનામાં આવકમર્યાદા નથી. (૪) સિનિયર વકીલ વધુમા વધુ પાંચ જુનીયર વકીલોને તાલીમ માટે રાખી શકશે. (૫) વકીલાતની તાલીમ જિલ્લા મથકે આ૫વાની રહેશે. તેમાં સુઘારો કરી આ પ્રકારની તાલીમ તાલુકા મથકે ૫ણ આપી શકાશે. (૬) યોજનાનો લાભ એક વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે. સદરહું યોજનાની અરજી https://esamajkalyan.gujarat.gov.in પર જરૂરી આધારો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જરૂરી સાધનિક કાગળોમાં (૧) જુનિયર વકીલનું આધાર કાર્ડ, (૨) જુનિયર વકીલનો જાતિનો દાખલો, (૩) જુનિયર વકીલનું શાળા છોડયાનું પ્રમાણપત્ર, (૪) થર્ડ યર એલ.એલ.બી.પાસ કર્યાની માર્કશીટ, (૫) જુનિયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ, (૬) રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક), (૭) જુનિયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર, (૮) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક (જુનિયર વકીલના નામનું), (૯) સીનીયર વકીલનું આધાર કાર્ડ, (૧૦) સીનીયર વકીલની સનદની અથવા એનરોલમેન્ટ નંબર- તારીખની નકલ, (૧૧) સીનીયર વકીલનું બાર કાઉન્સીલનું ઓળખપત્ર, (૧૨) સીનીયર વકીલ દશ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરે છે તે અંગે જે તે સીનીયરનું પ્રમાણપત્ર, (૧૩) સીનીયર વકીલના હાથ નીચે હાલમાં કેટલા જૂનિયર વકીલો તાલીમ લે છે તે અંગેની લેખિત વિગતો જે તે સીનીયર વકીલ પાસેથી લેખિતમાં મેળવેલ પત્રક, (૧૪) સીનીયર વકીલનું તાલીમ આપવા અંગેનું સંમતિ પત્રક, (૧૫) બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક (સિનીયર વકીલના નામનું) જેવા જરૂરી કાગળો સાથે રાખવાના રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર