Monday, January 13, 2025

મોરબી એસટી ડેપોમાં રાજકોટ તથા સુરત અગ્નિકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબતે ડેપો મેનેજરને રજૂઆત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી એસટી ડેપોમાં રાજકોટ TRP ગેમ ઝોન કાંડ અને સુરત અગ્નિકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થાય તેવી ભીતી સેવાઈ રહી છે ત્યારે મોરબીના ગામડાના રૂટમા ચાલતી એક બસમાં ૧૫૦-૨૦૦ વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરી લઇ જવામાં આવે છે તેમજ બસો સમયસર ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની જાગૃત નાગરિક દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડ એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી સમયસર બસો મુકવા આવેદનપત્ર પાઠવી માંગ કરી છે.

મોરબીના જાગૃત નાગરિક કે.ડી. પંચાસરા દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડ એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે અવાર નવાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મારફત મોરબીમાં ભણતા અને ગામડેથી અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી ના અહેવાલ અનેકવાર રજુ કરવામાં આવ્યા છે તેમ છતાં મોરબી એસટી વિભાગ દ્વારા ફક્ત મજાક કરવામાં આવી છે. મોરબીથી ઘાટીલા રૂટ સુધીમાં ST દ્વારા ૧૫૦ થી વધુ પાસ કાઢી આપવામાં આવીયા છે. જેમાં સવારે ૭ થી મોરબી આવતા વિદ્યાર્થીઓને બસ ના અરેગ્યુલર ટાઇમિંગ અને બપોરે ૧૨:૪૫ એ ફક્ત ૧ બસ થી પરત ફરવામાં ખુબ જ મુશ્કેલી થાય છે જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડે છે અને મોરબી ST ના અણઘટ વહીવટ થી અમુક નકામી બસો મુસાફરો વિના જ એજ રૂટ પર ચાલે છે. મોરબી થી ઘાટીલા જવા માટે ૧૨ વાગ્યે નવા બસ સ્ટેન્ડ ખાતે આશરે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ હોય છે અન્ય મુસાફરો પણ હોઈ છે આશરે ૨૦૦ લોકો માટે ૧ જ બસની વ્યવસ્થા છે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને લટકાઈને અકસ્માત સર્જાય તે રીતે મુસાફરી કરી પડે છે, જે બસ જુના બસ સ્ટેન્ડ જતા લોકો શ્વાસ પણના લઇ શકે એ રીતે ફુલ થઈ જાય છે અને હાઉસિંગ પર ઉભેલા વિદ્યાર્થીઓને ચડવા માટે જગ્યા જ હોતી નથી અને બસ ઉપર બેસવા મજબુર બને છે ક્યારેક ડ્રાઇવર દ્વારા બસ ઉભી રાખી દેવામાં આવે છે તેથી જાગૃત નાગરિક દ્વારા મોરબી એસટી ડેપો મેનેજરને લેખિત રજૂઆતને કરી હકીકત થી ડેપો મેનેજરને વાકેફ હોવા છતાં ક્યારે કે ૧૨:૩૦ વાગ્યે મોરબી થી જેતપર ની બસ મુકો છો અને પછી બંધ કરીદો છો જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત રમો છો . આ આવેદનપત્રમા સહી કરનાર તમામ ગામોથી અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૧૨:૩૦ મોરબી થી જેતપુર નું બસ સોમ થી શનિ નિયમિત ટાઈમ પર મુકવામાં આવે અને વિદ્યાર્થી આરામથી મુસાફરી કરી શકે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરી માંગ કરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર