અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેના ઘરને ગેરકાયદેસર બાંધકામ જાહેર કર્યા બાદ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલી પણ વધી ગઈ છે. બીએમસીની નજર સોનુના જુહુ સ્થિત 6 માળના રહેણાંક મકાન તરફ ગઈ છે, બીએમસી અનુસાર અભિનેતાએ આ મકાનને હોટેલમાં રૂપાંતરિત કરી દીધી હોવાથી સોનુ સૂદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને હવે આ કેસની તપાસ આગળ વધશે. સોનુ માટે રાહતની વાત એ છે કે પોલીસે હજી સુધી કોઈ એફઆઈઆર નોંધી નથી. પરંતુ જો આ કેસમાં સોનુ દોષી સાબિત થાય છે, તો BMC આ રહેણાંક મકાન પર પણ હુમલો કરી શકે છે. અભિનેતાએ રહેણાંક મકાનને હોટલમાં રૂપાંતરિત કરતાં પહેલાં કોઈ મંજૂરી લીધી ન હતી. તેથી તેની સામે ફરિયાદ નોધવામાં આવી હતી. આ સાથે જ એહવાલ પરથી જાણવા મળેલ છે કે બીએમસી તરફથી સોનુને નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ સોનુએ તેની અવગણના કરી હતી. અને હજી પણ તે બિલ્ડિંગનું નિર્માણ ચાલુ રાખ્યું હતું.
ગત વર્ષે 27 ઓક્ટોબરના રોજ અભિનેતાને પહેલી નોટિસ આપવામાં આવી હતી. તે સમયે સોનુએ એક મહિનાની અંદર જવાબ દાખલ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ તેમ કર્યું નહીં. આ પછી, આ વર્ષે 4 જાન્યુઆરીએ બીએમસી દ્વારા આ બિલ્ડિંગની ફરી સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સોનુએ વધુ ગેરકાયદેસર બાંધકામ કરાવ્યું હતું અને નોટિસનો જવાબ આપવો જરૂરી માન્યો ન હતો આ વિવાદ અંગે સોનુ સૂદ અથવા તેની ટીમે કોઈ જવાબ આપ્યો નથી. આવી સ્થિતિમાં, આખા કેસને સમજવા માટે, અભિનેતા પાસેથી કંઇક પ્રતિક્રિયા હાથ ધરાય તે મહત્વનું છે. તાજેતરમાં જ સિવિલ કોર્ટમાં કંગના રનૌતને મોટો ઝટકો લાગ્યો છે. તેમના ઘરને ગેરકાયદેસર બાંધકામ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, જ્યારે અભિનેત્રી વિરુદ્ધ BMC નોટિસને પણ ઉચિત ઠેરવવામાં આવી છે. હવે અભિનેત્રી હાઇકોર્ટ જઈ રહી છે.