Thursday, April 3, 2025

સોનુ સુદને ભગવાન માનીને તેમના ચાહકોએ પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો, સોનુએ આ અંગે પ્રતિક્રિયા આપી કરી આ વિશેષ અપીલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોનાકાળમાં ગયા વર્ષથી લોકોની મદદ કરીને તેમના મસીહા બનનાર અભિનેતા સોનુ સૂદ હજુ પણ સતત લોકોની મદદ કરી રહ્યા છે. આ વખતે સોનુ સતત લોકોને દવાઓ પહોંચાડવાથી લઈને તેની સારવાર માટે દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડવાની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ સોનુના ઘરની બહાર પણ લોકો હવે મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. સોનુ સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના કામ વિશેની માહિતી શેર કરી રહ્યો છે. સોનુના અથાગ પ્રયાસોને કારણે લોકો તેને ભગવાન તરીકે ગણતા થયા છે. ક્યાંક સોનુની પૂજા થાય છે તો ક્યાંક કોઈ તેના પોસ્ટર પર દૂધનો અભિષેક કરતા નજરે જોવા મળે છે. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો જ્યાં લોકો તેના પોસ્ટર પર દૂધનો અભિષેક કરતા જોવા મળ્યા હતા. સોનુએ આ માટે લોકોનો આભાર માન્યો કે તરત જ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે તેની આકરી ટીકા કરી હતી. આવો જ એક વીડિયો ફરી એકવાર સામે આવ્યો છે. આ વખતે સોનુએ પોતે લોકોને ખાસ અપીલ કરી છે.

વાસ્તવમાં તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો સોનુ સૂદના પોસ્ટર પર દૂધ રેળતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો એક યુઝરે શેર કર્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ વીડિયો આંધ્રપ્રદેશના કુરનૂલ અને નેલ્લોરનો છે. ઉલ્લેખનીય છે કે સોનુ સૂદે અહીં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. જેના સ્વરૂપમાં ચાહકોએ આભાર માનવાની આ રીત અપનાવી હતી. વીડિયો જોતા જ સોનુએ પ્રતિક્રિયા આપી હતી. સોનુએ વીડિયો શેર કરીને લખ્યું હતું કે, ‘આભાર, દરેકને વિનંતી કરું છું કે જરૂરિયાતમંદ વ્યક્તિ માટે દૂધ બચાવો.’ તમને જણાવી દઈએ કે આ પહેલા જ્યારે સોનુએ આવો જ એક વીડિયો શેર કર્યો હતો અને લોકોનો આભાર માન્યો હતો ત્યારે તેની ટીકા પણ થઈ હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર