મોરબી સોનીબજારમાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી સોનીબજાર દરીયાલાલ શેરીની સામેની શેરીમાં આરોપીના મકાન (વખાર) માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સોનીબજાર દરીયાલાલ શેરીની સામેની શેરીમાં આરોપી જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઈ ઘાંચીના મકાન (વખાર) માંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮૩ કિં રૂ.૩૪૮૦૦ નો મુદામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે કબ્જે કર્યો હતો. આરોપી જુબેર ઉર્ફે બબુડો મહેબુબભાઈ ઘાંચી રહે. મોરબી પંચાસર રોડ ભારતપરાવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.