SMCની અનેક રેડ બાદ પણ એલસીબી પીઆઇ પંડ્યા નોટ આઉટ પરંતુ અન્ય અધિકારીઓ રન આઉટ થઇ રહ્યા છે
મોરબી એસએમસીની રેડ બાદ રેલો આવતાં બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બાકી હાલ તો નાના સ્ટાફને સસ્પેન્ડ કરી જિલ્લા પોલીસ વડાએ આ હોબાળાને શાંત કરવાની કોશિશ કરી છે જોકે એસપીનું આ પગલું એકંદરે આવકાર દાયક પણ ગણાવી શકાય જો smc દ્વારા તેમના પર પગલા લેવામાં આવ્યા હોત તો જિલ્લા ઠેકાળી દેત પણ હાલ એસ.પીએ પગલું ભર્યું છે તો તે લોકો સમય રહેતા પાછા મોરબીમા જ આવી જશે બાકી તો એવી ચર્ચા થઇ રહી છે કે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામા આવે છે અને પોતાના માનીતાને ઉણી આંચ પણ ન આવે ત્યારે જિલ્લા પોલીસ વડાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
મોરબીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અસ્તિત્વમાં હોય જ નહિ તેવું ચિત્ર સામે આવ્યું છે મોરબીમાં છાસવારે સ્ટેટ મોનીટરીંગ સેલને ગાંધીનગરથી દરોડા પાડવા મોરબી આવું પડતું હોય છે ત્યારે મોરબી ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના કર્મચારીઓ એવા તો ક્યાં કામ સાથે જોડાયેલા છે કે તેને મોરબીમાં ચાલતા ગોરખ ધંધાઓ પર નજર નથી પડતી અને બારથી પોલીસે આવીને દરોડા પાડવા પડતા હોય છે
વાત એમ છે કે મોરબીમાં પીઆઇ પંડ્યાએ ચાર્જ સંભળ્યા પછીથી મોરબીમાં SMC ચા પીવા આવતી હોય તેમ દરોડા પાડી રહી છે અને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ બધું જોઈ રહી છે ખાસ કરીને મોરબીમાં દારૂ, પેટકોક કોલસાની ડુપ્લીકેટ, ઓઇલ, ડીઝલ ચોરી પકડવાની કામગીરી કરવા ગાંધીનગરથી SMCને આવી રેડ કરવી પડી રહી છે તેમાં પણ સૌથી મોટી ચર્ચાની વાત કરીએ તો ટંકારાના લજાઈ નજીક કમ્ફર્ટ હોટલમાં જે જુગારધામ પકડાયું હતું અને લાખો રૂપિયાનો વહીવટ થયાંની વાત સામે આવી હતી તેમાં ટંકારા પોલીસ મથકનાં પીઆઈ અને અન્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ કામગીરી કરવા ખુદ SMC નાં એસપી નિર્લિપ્ત રાયને ટંકારા સુધી આવવું પડ્યું હતું.
ત્યારે સૌ પ્રથમ આપણે ફ્લેસબેકમાં જઈએ તો અગાઉ એલસીબી પીઆઈ તરીકે ડી.એમ. ઢોલ હતા ત્યારે SMCની લાલપર નજીકની એક રેડ દરમિયાન દારૂની 3210 પેટીનો જથ્થો મળી આવ્યો હતો જે રેડમાં અંદાજે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો હતી. આ પ્રકરણમાં રાજ્યના પોલીસવડાએ આકરું પગલું લઈ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ તેમજ તાલુકા પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પણ સવાલ એ છેકે હાલમાં પણ મોરબી જિલ્લામાં આટ આટલા સ્ટેટ મોનીટરીંગ સેલનાં દરોડા બાદ પણ હાલના એલસીબી પીઆઈ પંડ્યા કે જે અગાઉ મોરબી સિટી એ ડિવિઝન પીઆઈ હતા ત્યારે તેમના પર ખોટી જુગારની રેડ કરવાના આક્ષેપો થયા હતા અને અન્ય જિલ્લાના dyspને તપાસ સોંપવામાં આવી હતી અને ત્યારબાદ તેમની બદલી કરી અને લીવ રિઝર્વમાં બેસાડી દેવામાં આવ્યા હતા તો હવે કેમ તેમના પર કોઈ પગલાં ભરવામાં આવતા નથી અગાઉ જેમ એલસીબી પીઆઈ ઢોલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો હાલના પીઆઈનો કેમ વાળ પણ વાંકો થતો નથી શું તેમને મોરબી જિલ્લા પોલીસ વડા છાવરી રહ્યા છે? તેવા ધારદાર સવાલો ઉભા થયા છે.
ત્યારે પ્રથમ તો મોરબી જિલ્લા LCB પીઆઈની જવાબદારી બને છે કે આવી ગુન્હાખોરી તેમને ડામવી પડે કેમકે લોકલ ક્રાઇમ બ્રાન્ચની રચના જ આના માટે કરવામાં આવી છે. પરંતુ હાલ ગુન્હાખોરી પર મોરબી એલસીબી લગામ લગાવી નથી શક્તું જેથી SMC એ વારંવાર મોરબી જિલ્લામાં રેડ કરવા આવું પડી રહ્યું છે અને હાલમાં નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અને તેમને પણ કામગીરી યોગ્ય ના કરી હોય તો કાર્યવાહી થવી પણ જ જોઈએ પરંતુ નાની માછલી સાથે મોટા મગર મચ્છોને છાવરવામાં ના આવવા જોઈએ તેવું હાલ સાંભળવા મળી રહ્યું છે.