નાના દુકાનદારોના બોર્ડ તો તમે તોડી રહ્યા છો શું આ દબાણ તમારાથી દૂર થશે?
મચ્છુ નદીના પટમાં થયેલા દબાણ પર ના તો કલેકટર કશું કરી શક્યા ના તો ત્યારના ચીફ ઓફિસર તો શું હાલના કમિશનર સ્વપ્નિલ ખરે આ દબાણ હટાવી શકશે ?
મોરબીમાં હાલ દબાણ હટાવવાનાં નામે ફોટા સેશન થઈ રહ્યું છે તેવું ચર્ચાઈ રહ્યું છે આવું એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કેમ કે મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળ્યા બાદ મોરબીના સનાળા રોડ ઉપર નાના અને મધ્યમ વર્ગના વેપારીએ પોતાની દુકાન પર લગાવેલ બોર્ડ અને બેસવાના ઓટલા કેટલીક જગ્યાએ તોડી પાડ્યા હતા. મોરબીના સનાળા રોડ પર દબાણ હટયું દબાણ હટયું ના ફોટા અને સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા પરંતુ કેટલું હટયું ? આ રોડ પર ફક્ત કેવા પૂરતી જ કેવાય એટલી જ દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા ના કે આખા રોડ પર થયેલા તમામ દબાણ અને કોઈ મોટા માથા કે કોઈ રાજકીય વ્યક્તિની હોટલ, મોલ કે દુકાન પર તંત્રનું બુલડોઝર ન ચાલ્યું તે ન ચાલ્યું.
આ જ પ્રકારે મોરબીના સ્ટેશન રોડ ઉપર પાંચ સાત કે દસ દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી ત્યાં પણ મોટાભાગના દબાણો આજની તારીખમાં છે આ જ રીતે વાવડી રોડ પર અનેક દબાણોને હટાવવાની જગ્યાએ કહેવા પૂરતી દુકાનો પર નાની એવી કાર્યવાહી કરવામાં આવી અને વાહ વાહી લૂંટવામાં આવી.
વાત મુદ્દા પર આવીએ તો જો કમિશનર સ્વપ્નિલ ખરેને કામગીરી કરવી જ હોય તો આ મોરબીના મચ્છુ નદીના પટમાં કરેલા દબાણ હટાવવા જોઈએ એ ચાહે સ્વામિનારાયણ મંદિર હોય કે કોઈપણ વ્યક્તિનું દબાણ અગાઉ આ મુદ્દો મીડિયા સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો ત્યારે કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં અને કમિટીની રચના કરવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી પરંતુ એ ખાતરી ફક્ત એક લોલીપોપ જ હતી નોટના બંડલના ભારથી મુદ્દો ભુલાવી દેવામાં આવ્યો છે અને સ્વામિનારાયણ મંદિરે કરેલા દબાણ પર તેમને કોઈ યોગ્ય કાર્યવાહી આજદી સુધી કરી નથી ત્યારે અત્યારે જે દબાણ હટાવવાની કહેવા પૂરતી ઝુંબેશ ચાલી રહી છે. જો મોરબીના મ્યુનિસિપલ કમિશનર આવા દબાણ હટાવે અને દાખલો બેસાડે કે કોઈપણ સંસ્થા કોઈપણ પાર્ટીનો હોદ્દેદાર કે કોઈપણ ઉદ્યોગપતિએ કરેલું દબાણ હટાવી અને દાખલો બેસાડી કાર્યવાહી કરે
જો મોરબીમાં આવા મોટા માથાઓ અને મોટી સંસ્થાઓએ કરેલા દબાણ કમિશનર હટાવવાની પહેલ કરશે તો અને તો જ મોરબીના અન્ય લોકોને વિશ્વાસ બેસે કે જે કાર્યવાહી થઈ રહી છે એ કોઈ વાલા દવલાની નીતિ વગર થઈ રહી છે અને કોઈપણ વ્યક્તિએ કરેલા દબાણ તોડવામાં આવશે અને હાલ જે મધ્યમ વર્ગ અને નાના વર્ગીય લોકો દ્વારા ચર્ચા થઈ રહી છે કે ફક્ત નાના અને મધ્યમ વર્ગી લોકો માટે જ કાયદો હોય છે બાકી મોટા માથાઓના એક પણ દબાણ ઉપર મ્યુનિસિપલ કમિશનર ખરે કામગીરી કરવામાં ખરા નહીં ઉતરે એ વાત પર લગામ લાગશે
નોંધ:ચક્રવાત ન્યુઝ દબાણ હટાવવાની કામગીરી અટકાવવા કે તેનો વિરોધ નથી કરી રહ્યું પરંતુ લોકો જે કહી રહ્યા છે કે કામગીરી થવી જ જોઈએ પણ બધા પર થવી જોઈએ નાં કે એક ને ગોળ અને એકને ખોળ ની નીતિ થવી જોઈએ તેનો અહેવાલ અહી રજૂ કરી રહ્યું છે.