નાના એવા રાસંગપર ગામના યુવાને ડોકટરની ડિગ્રી મેળવી ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું
ડોકટર બનીને લોકોની સેવા કરવાનું સ્વપ્ન સેવી એ સ્વપ્ન સાકાર કરી માળીયા તાલુકાના રાસંગપર ગામના વતની દીપ શનાળિયાએ ડોકટરની ડિગ્રી મેળવી છે. કહેવાય છે કે, ઇરાદો મજબૂત હોય ત્યારે મંજિલ મેળવવા માટે કોઈપણ પરિસ્થિતિ નડતી નથી.
માળીયા તાલુકાના નાના એવા રાસંગપર ગામના વતની અને શિક્ષક દંપતી વિનેશભાઈ તથા શારદાબેન શનાળિયાના પુત્ર દીપ શનાળિયાએ ગાંધીનગર ખાતેથી સર્જરી અને મેડીસીનમાં ડોક્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી સમગ્ર શનાળીયા પરિવાર અને રાસંગપર ગામનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ દીપ શનાળિયા ને મોરબી જિલ્લામાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.