વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સેટમેક્સ સિરામિક ફેક્ટરીમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળવાના પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસ વડાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હાલ બોમ્બ સ્ક્વોડ અને પોલીસની પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ પાર્સલમાં કોઈ મોટી વિસ્ફોટક પદાર્થ મળી આવેલ નથી.
આ સાથે જ પાર્સલ આપી જનારે એક નંબર પણઆપ્યા હતા તે નંબર પરથી ફેકટરી માલિકને ત્રણ-ચાર મેસેજ પણ મળ્યા હતા. આ મામલે વધુ વિગતો પોલીસ તપાસ અને એફ.એસ.એલ.ના રિપોર્ટ આવ્યા બાદ જ જાણવાં મળશે…
આ સમગ્ર મામલે મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો શખ્સ ફેક્ટરીના વોચમેનને એક પાર્સલ આપી ગયો હતો જે બાદમાં માલિકને પાર્સલમાં બૉમ્બ જેવી વસ્તુ દેખાતા તેમને આ બાબતની જાણ પોલીસને કરી હતી. ફેકટરીના સિક્યુરિટી ગાર્ડને પાર્સલ આપી જનાર હિન્દી ભાષી શખ્સે પાર્સલની સાથે એક નંબર પણ આપ્યા હતા.
જેનો સંપર્ક કરવાનો ફેકટરી માલિકે પ્રયત્ન પણ કર્યો હતો. જે બાદ આ નંબર પરથી ફેકટરી માલિકને ત્રણથી ચાર મેસેજ પણ મળ્યા હતા. પરંતુ આ મેસેજ માં શું હતું અને નંબર સાથે શું વાતચીત થઈ તે મામલે હજુ પોલીસ દ્વારા કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa