છ-છ વખત કોંગ્રેસ પક્ષે વિધાનસભાની ટિકિટ આપી છતાં જયંતીભાઈને પાર્ટીથી મોહ ઉતર્યો
જયંતીભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ આપતા આવતા દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે – સૂત્રો
તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી હતી. જેની સામે અમુક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી જેમાં પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે પણ આ નિમણૂક સામે વિરોધનો દર્શાવ્યો હતો. આ મામલે પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરી હતી.
પરંતુ આ બાબતે પ્રદેશ કક્ષાએથી નિર્ણયમાં કોઈ ફેરફાર ન થતા નારાજગી જોવા મળી હતી અને જયંતિભાઈ પટેલે ગઈ કાલે પક્ષ માંથી રાજીનામું ધરી દીધું હતું.
પણ હવે વાત એ છેકે જે પાર્ટી એ જે વ્યક્તિ ને સતત ૬-૬ વખત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી અને છેલ્લા કેટલાય વર્ષોથી પાર્ટી તેના પર વિશ્વાસ રાખતી અને જિલ્લા પ્રમુખ પણ બનાવ્યા હવે તે વ્યક્તિને પાર્ટી થી મોહ ભંગ થયો તો શું પાર્ટી દર વખતે એકજ વ્યક્તિ પર ભરોસો મૂકી બેસે શું અન્ય કોઈ કાર્યકર કે હોદ્દેદાર પર વિશ્વાસ ન મૂકી શકે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે
પણ હવે આટલી વખત વિધાનસભાની ટિકિટો આપી છતાં પાર્ટી થી મોં ફેરવી જ લીધુ છે ત્યારે હવે આવતા દિવસો માં ભાજપ દ્વારા જે મિશન લોટસ ચલાવવમાં આવી રહ્યું છે તેમાં આ ભાઈ શિકાર બની અને શું ભાજપ જોઈન કરી લેશે તે આગામી એકાદ બે દિવસમાં જોવું રહ્યું.