શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ
મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ
બપોરે ૪ વાગ્યા થી શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે સમસ્ત રઘુવંશીઓ માટે પવિત્ર શ્રી રામધામ નુ શીલા પૂજન તેમજ કળશ પૂજન યોજવા માં આવશે.
મોરબી ના દરેક રઘુવંશી પરિવારો ને મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા જણાવવા માં આવે છે કે જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ નું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા.૧૬-૨ થી ૧૯-૨ દરમિયાન શ્રી રામધામ ખાતે ૧૦૮ કુંડી શ્રી રામ યજ્ઞ, ખાત મુહૂર્ત તેમજ શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી ની ટેક ના પારણા સહીત ના કાર્યક્રમો યોજાશે.
તે અંતર્ગત મોરબી નો સમસ્ત લોહાણા સમાજ શ્રી રામધામ ના નિર્માણ માં પૂણ્ય નું ભાથુ બાંધી શકે તે હેતુસર મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૮-૨-૨૦૨૪ ગુરુવાર બપોરે ૪ કલાક થી પવિત્ર શ્રી રામધામ ની શીલા નું પૂજન તથા કળશ પૂજન ના કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવેલ છે. પૂજન કાર્યક્રમ શનીવાર સુધી યોજાશે. શહેર માં વસતા દરેક રઘુવંશી પરિવારે પોતાના અનુકુળ સમયે શ્રી જલારામ મંદિર-મોરબી ખાતે શીલા તેમજ કળશ નું પોતાના વરદ્ હસ્તે પૂજન કરવા પધારવા મોરબી શ્રી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છે યાદી માં જણાવ્યુ છે.