શ્રી જલારામ ધામ-મોરબીનો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમનું આયોજન
માતૃશ્રી શાંતાબેન એ. દોશી- ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા (એ.સી.) હોલનુ લોકાર્પણ, સ્વ. રસિકલાલ અનડકટ સેવાભવન નું લોકાર્પણ, પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૦૨-૦૩- ૨૦૨૫ રવિવાર ફાગણ સુદ ૦૩ના રોજ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવાશે. જે અંતર્ગત સવારે ૬ઃ૩૦ કલાકે પ્રભાતધૂન, સવારે ૯ કલાકે મહા ગાયત્રિ યજ્ઞ, સાંજે ૪ કલાકે એ.સી., જનરેટર, લીફ્ટની સુવિધાઓથી સુસજ્જ માતા શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા હોલનું લોકાર્પણ, સાંજે ૪ઃ૩૦ કલાકે શ્રી જલારામ ધામના કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો સન્માન સમારોહ, સાંજે ૬ઃ૩૦ કલાકે સ્વ.રસિકલાલ અનડકટ (સ્થા.પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના) સેવા ભવનનું લોકાર્પણ, સાંજે ૭ કલાકે મહાઆરતી, સાંજે ૭ઃ૩૦ કલાકે મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.
માતૃશ્રી શાંતાબેન એ.દોશી- ડો. કુસમબેન એ.દોશી અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કીરણભાઈ એ.દોશી, હિરેન્દ્રભાઈ એ.દોશી તથા દોશી પરિવારના વરદ્ હસ્તે યોજાશે તેમજ સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ સંતો-મહંતો તથા અનડકટ પરિવારના વરદ્ હસ્તે યોજાશે.
શ્રી જલારામ ધામ-મોરબી દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, શબવાહિની સેવા, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ, કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સેવા, મેડિકલ સાધનોની સેવા, દર માસે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવામાં આવે છે ત્યારે શ્રી જલારામ ધામ-મોરબી ખાતે ૪૦૦૦ સ્કેવર ફુટમાં એ.સી., લીફ્ટ, જનરેટર ની સુવિધાઓથી સુસજ્જ માતા શાંતાબેન એ. દોશી- ડો. કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનનુ લોકાર્પણ અષ્ટદશમ્ પાટોત્સવના દીવસે યોજવામાં આવશે.
ઉપરોક્ત દરેક કાર્યક્રમમાં સમયસર પધારવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા શ્રી જલારામ ધામ-મોરબી તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.