શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ગુજરાતનું સૌથી વિશાળ અને ભવ્ય ગણેશ ઉત્સવ “સિદ્ધિવિનાયક કા રાજા” ની તડામાર તૈયારીઓ શરૂ
ગુજરાતમાં સૌ પ્રથમ વખત એક અજાયબી કહી સકાય તેવી અનોખી જ થીમ અને ડેકોરેશન સાથે તૈયાર કરવામાં આવ્યો છે ગણપતિ મહારાજનો પંડાલ.
સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું સતત ૧૬માં વર્ષે ભવ્ય અને જાજરમાન આયોજન : મુંબઈ લાલબાગ કા રાજા ના પ્રખ્યાત મૂર્તિકારો દ્વારા દાદાની ભવ્ય મૂર્તિને આપવામાં આવ્યો આકાર.
સમગ્ર ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ બનેલ “શ્રદ્ધા અને ભક્તિનું અનેરૂ ધામ” સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનો તારીખ ૭ સપ્ટેમ્બર થી મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામ ભક્તજનોને ગણપતિ દાદાના ભવ્ય અને વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ મેળવવા આયોજકો દ્વારા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૨૦૦૯ થી શરૂ થયેલ “સિદ્ધિવિનાયક કા રાજા” ગણેશ ઉત્સવનું આજ સતત ૧૫ વર્ષ બાદ મોરબીવાસીઓ તેમજ તમામ ભક્તજનોના સાથ સહકારથી શ્રી ગણેશ મંડપ સર્વિસ માલિક અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા તેમજ અભિનેતા ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ ના ૫૦ કેટલા સભ્યો દ્વારા ૧૬માં વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
“સિદ્ધિવિનાયક ધામ” એટલે કે જે જગ્યા પર રાજાધિરાજ ગણપતિ મહારાજ બિરાજમાન થવાના છે તે સ્થળ પર દાદા ના આગમન ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.વિઘ્નહર્તા ગણપતિ મહારાજ ની પૂજા અર્ચના માટે એક સુંદર આયોજન થાય તે હેતુ થી ૫૦ જેટલા સભ્યોની ટીમ દિવસ રાત એક કરીને હાલ દાદાના આગમન માટે તૈયારીઓ કરી રહી છે.
તેમજ ગુજરાતમાં સૌપ્રથમ વખત અજાયબી કહી શકાય તેવી થીમ અને ડેકોરેશન સાથે ગણપતિ મહારાજ ના પંડાલ ની સજાવટ કરવામાં આવી છે. એક આહલાદક તેમજ મન ગણપતિ મહારાજની ભક્તિમાં લીન થઈ જાય તેવી થીમની સાથે ગણપતિ મહારાજ બિરાજમાન થવાના છે. તો ગણપતિ મહારાજના આ ભવ્ય અને મનમોહક સ્વરૂપના દર્શન કરવા આયોજકો તેમજ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ એસ.પી. રોડ કોર્નર, સરદાર પટેલ આર્કેડની બાજુમાં “સિદ્ધિવિનાયક ધામ” ખાતે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત આયોજન અરવિંદભાઈ બારૈયા એ તેમજ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મોરબીના જડેશ્વર દાદાના મંદિર નજીક આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિર તીથવા નજીક મોરબીનું સૌ પ્રથમ “શ્રી ગણપતિ બાપ્પાના મંદિર” ના નિર્માણની પણ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મોરબીની ધર્મપ્રેમી જનતાને “શ્રી ગણપતિ બાપ્પાના મંદિર” ના નિર્માણના ઐતિહાસિક આયોજનમાં જોડાવવા તેમજ સાથ સહકાર આપવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે.
“જય ગણેશ”
સ્થાપના તારીખ :- ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૪, પ્રથમ મહા આરતી :- સાંજે ૭:૦૦ કલાકે, દ્વિતીય મહા આરતી :- સાંજે ૯:૦૦ કલાકે ભવ્ય વિસર્જન યાત્રા :- ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪