શ્રી બગથળા સોશ્યલ ગ્રુપનો 28 મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાશે
મોરબી: મૂળ ગામ બગથળાના મોરબી શહેરમાં વસવાટ કરતાં સર્વે જ્ઞાતીના પરિવારોનું ગૃપ સને ૧૯૯૬માં ” શ્રી બગથળા સોશ્યલ ગૃપ – મોરબી “ની સ્થાપના કરવામાં આવેલ. આ ગૃપ દ્રારા દર વર્ષે સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્ક્રુતિક કાર્યક્રમનું તેમજ અન્ય સામાજિક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. દરેક સભ્યો ઉત્સાહભેર ભાગ લઈ ગૃપને જીવંતરાખેલ છે
આજે પણ ૨૭ વર્ષ બાદ એટલા જ ઉત્સાહભેર કાર્યક્રમોનું આયોજન થાય છે.જે અનુસંધાને ગ્રૂપનો ૨૮મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તારીખ ૩૧/૧૨/૨૦૨૩, રવિવાર, સમય-બપોરના 3.00 કલાકે, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ ,એસ.પી.રોડ , મોરબી ખાતે શ્રી નકલંક મંદિર – બગથળા મહંત પૂજ્ય દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને તેઓ રૂડા આર્શિવાદ પાઠવશે.
આ કાર્યક્રમમાં ધો-૧ થી કોલેજ સુધીના બાળકોને ઇનામી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે, તેમજ બાળકો અને મોટેરામાં રહેલ સુસુપ્ત રહેલ શક્તિને બહાર લાવવાના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં, આ વર્ષે કુલે ૧૨ આઇટમો અને ૬૫ બહેનો -બાળકો પોતાની આઇટમો રજૂ કરશે. તો તમામ સભ્યોને સમયસર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તેમજ મોરબી શહેરમાં જે કુટુંબ નવા રહેવા આવ્યા છે, તેઓઓને પણ સભ્ય બનવા, અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવેલ છે.આ કાર્યક્રમના અંતે સમૂહભોજનનુ પણ આયોજન કરવામાં આવેલ છે. તેમજ વધુ માહિતી માટે — કિશોરભાઈ મેરજા (મો.૯૯૭૮૯ ૬૧૬૧૪), દિનેશભાઈ જી .ઠોરિયા (મો ૯૮૭૯૫ ૯૭૦૦૫), એ.કે ઠોરિયા (મો૯૨૬૫૩૨૭૭૮૮) અને ધરતીબેન બરાસરા (મો. ૯૮૨૫૯ ૪૧૭૦૪) નો સંપર્ક કરવો.