શ્રાવણ પૂરો… લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભાગે ચોખ્ખો નફો !! તો મોરબીના એક પી. આઈ. ને શકુનીઓએ ધકે ચડાવ્યા
અહેવાલ(સૌજન્યથી): શ્રાવણ માસનો વેઇટ જેટલાં શિવજી ના ભક્તો કરતા હોઈ છે તેનાથી પણ વધારે આ મહિના પ્રત્યે પોલીસને પ્રેમ હોઈ છે કેમ કે આ મહિનો પોલીસ માટે મોટી રોકડી કરવાનો હોઈ છે અને તેમાંય મોરબી જિલ્લા જેવો જિલ્લો હોઇ તો કમાણી લાખોમા થાય છે.
હાલ જિલ્લામાં મોટાભાગની જુગારની રેડો ગત વર્ષો કરતા નાની હતી તો એનો મતલબ એવો નથી કે જગારી લોકો પાસે હવે રમવા પૈસા નથી પણ હાલની પોલીસ રેડ દરમિયાન મળતી રોકડ કાંઈ વધારે ખીસામાં નાખી દે છે અને આવી જ એક રેડની ઘટનામા જિલ્લાના એક પી. આઈ. ને અપમાનિત થવું પડ્યું અને ઘટના આખી ગૃહ મંત્રી સુધી પોહચી હતી.
વાત જાણે એમ બની કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લામાં એક સ્થળે જુગારની રેડ કરવામાં આવી આ રેડમાં મોટા ભાગે બીજેપી કનેકશન વારા પટેલ આગેવાનો હતા જે લોકો પોલીસ સ્ટેશનના પગથિયાં ચડેતો રાબેતા મુજબ તેમની આબરૂ જાય માટે રેડ પાડનાર ક્રાઇમ બ્રાન્ચને ઓફર કરી કે પટ લઇ જાવ અને અમને જવા દો.. આ ઓફર સાંભળી ક્રાઇમ બ્રાન્ચ પણ વિચારમાં પડી ગઈ અને અંદરો અંદર સમજી આવુ નક્કી કર્યું કે 10 લાખનો પટ છે તેમાં થી 4 5 લાખ લઇ લેવા અને તપાસ લોકલ પોલીસને સોપી દેવી જે બે કલાકમાં જુગારીને છોડી દેશે અને આ બાબતે જુગારી પણ સહમત થતા ક્રાઇમ બ્રાન્ચે પટની રકમ ખિસ્સામાં નાખી જુગારીને લોકલ પોલિસીના હવાલે કરી ચાલતી પકડી.
આ તરફ પોલીસને વેચાતી લીધી છે તેમ સમજી આગેવાન જુગારીઓ ફોર્મમાં આવી ગયા અને લોકલ પોલીસ જ્યાં હાવાલે થયા હતા ત્યાં તાંડવ કરવા લાગ્યા અને તાત્કાલિક છોડી મુકવા પોલીસ ઉપર દબાણ કરવા લાગ્યા કેમ કે પૈસા એડવાન્સમા આપ્યા હતા અને ઉપરથી ભાજપ કનેકશન વારા પણ ફોટો ફિંગરની કામગીરીમાં ટાઈમે લાગે અને કોઈ પણ પોલીસને જમીન આપવા હોઇ તો પોતાના પીઆઇ કે ઉપરી અધિકારીની પરવાનગી લેવી પડે માટે લોકલે એવુ કહ્યું કે સાહેબ હા પાડે પછી જવા દય.
હવે રાતના 3 આસપાસ વાગી ગયા હતા મતલબ સાહેબ પણ ઘરે આરામમા હોઇ જો કે આ સાહેબ સર્કિટ હોઉસે છે વાત જાણી અમુક જુગારી આગેવાનો ના ઓળખીતા અને આગેવાનો પોહચી ગયા સર્કિટ હાઉસે જ્યાં ભરનિંદરમાં રહેલ અધિકારી કોઇ મોતો ગુનો કરી છુપાયા હોઇ તેવી રીતે તેમના રૂમનો દરવાજો ઠોકવા લાગ્યા જેના કારણે અધિકારી જાગી ગયા અને સમગ્ર વાત તેમાં ધ્યાનમાં આવી.
હવે જયારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી અને પટ મોટા ભાગનો ઘર ભેગો કર્યો ત્યારે ઍવી ડીલ થઇ હતી કે લોકલ પોલીસ એક બે કલાકમા ઘરે જવા દેશે કાગળ પુરા કરી જો કે આ વાત તો ઑફ રેકોર્ડ કેહવાય કાલ સવારે કાંઈ થઇ તો સ્થાનિક પોલીસ માથે જ આક્ષેપ થાઇ કે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી તે જુગારીને ગણતરીની કલાકમા જવા દીધા અને આ બાબતે આગેવાન અને અધિકારી વચ્ચે રકજક થઇ ત્યારે અધિકારીએ જુગારીયાઓ ને એવુ કીધું તમે પૈસા આપ્યા છે તેવું મને કહો છો તો જેને લીધા છે તેણે કેવાય ને કે કેશ નોં કરે અને હાલ જવા દો સવારે જામીન આપી જશુની જુગારીયાની જીદના કારણે અધિકારી અને તેમની વચ્ચે જાપાજપી થઇ અને બાદ આ આખો મામલો ગૃહ મંત્રી શુધી ગયો.
આખી ઘટનાની ખોટી રજુઆત ગૃહ મંત્રી સુધી થઇ જોકે ભોગ બનનાર અધિકારી પાસેથી સત્ય જાણી ગૃહ મંત્રી પણ સમજી ગયા તેમના ભાજપી જ ખોટા છે પણ એક વાતએ પણ છે કે મોરબી પોલીસ જુગારની રેડમા પટ ઘર ભેગો કર્યો તે વાત તો ગૃહ મંત્રોએ અવગણી પણ એક સિનિયોર અધિકારીના રૂમ સુધી આગેવાનો પોહચી જાય અને તેની સાથે જાપાજપી કરે અને સત્ય સરકાર સામે આવે છતા પોલીસના મોરલના ભોગે પોતાના પગીયાઓને છવરે તે ક્યાંનો ન્યાય છે એક અધિકારીને રાતના 3 વાગ્યે ઉઠાડી જામીન આપવા મજબુર કરે આરોપીઓ અને ગૃહ મંત્રી છતાં આરોપીની રજુઆત સાંભળે । આવુ માત્ર ભાજપના રાજમાં જ થાય. આ ઘટના 5 ,10, દિવસ જૂની છે પણ વિચારવા લાયક છે કે એક પોલીસ પટ લઇ જુગારીને ખુલા સાંઢ જેવા મૂકી દે છે અને તે જ જુગારી બીજા પોલીસ અધિકારીને હડધૂત કરે છતાં આવા જુગારી ઉપર કોઈ જાતના પગલાં લેવાના બદલે ઢાંક પીછોડ થયો.