Saturday, November 2, 2024

શ્રાવણ મહિનાને વિશેષ રીતે ઉજવવા જડેશ્વર મંદિર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આવતીકાલ તારીખ 05/08/2024 અને સોમવાર થી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ સ્ટેશન રોડ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસને ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્ય છે તેમાં આપ સૌ તન મન અને ધનથી ભાગ લઈ અને આપની જાતને ધન્યતા અનુભવો તો કોઈપણ નીચેના કાર્યક્રમોમાં આપ ભાગ લેવા માગતા હો સમય આપવા માગતા હોય, દાન દેવા માગતા હોય તો તુરંત નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

દેવાધી દેવ મહાદેવના પર્વ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તા. 05-08-2024 ને સોમવારથી થશે. ભારતના હિન્દુ કેલેન્ડરમાં શ્રાવણ માસએ શિવનો માસ તેમજ અતિ પવિત્ર માનવામાં આવે છે. શિવ આરાધના માટે ઉત્તમ મનાતા આ શ્રાવણ માસની શરૂઆત અને પૂર્ણાહુતિ બંને સોમવારે જ થનાર છે. ત્યારે 72 વર્ષ પછી આ યોગ બન્યો છે. તેમજ આ વર્ષે શ્રાવણ માસમા ટોટલ પાંચ સોમવાર આવે છે અને પાંચે પાંચ સોમવારમાં દર સોમવારે શ્રી જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ સ્ટેશન રોડ મોરબી ખાતે નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં (1)દરેક સોમવારે સવારે 10:00 વાગે ધજા બદલાવવામાં આપ ભાગ લઈ શકો છો અને ધજાના દાતા થઈ શકો છો (2) સાંજે મહા આરતીમાં ભાગ લઈ શકો છો 108 દીપ માલાનું આયોજન થાય છે તેમાં પણ આપ ભાગ લઈ શકો છો (3) દરેક સોમવારે આરતી પછી ફરાળનો મહા પ્રસાદમાં પણ આપદાતા થઈ અને સહભાગી થઈ શકો છો (4) દર સોમવારે સવારે પાંચ થી 6:30 બ્રાહ્મણો દ્વારા મહારુદ્રીનું આયોજન હોય છે તેમાં અગર ભાગ લેવા માગતા હો તો તમે તમારો આખા મિત્ર મંડળ ગ્રુપ એક સોમવાર બુક કરી અને આ રુદ્રીનું આયોજનમાં પણ ભાગ લઈ શકો છો. જો આપ કોઈપણ પ્રવૃત્તિમા ભાગ લેવા ઇચ્છતા હોય તો તમારે યશવંતભાઈ જોશી મો- 99747 68005 અને રમેશભાઈ પીઠવા 99095 60998 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર