મોરબી: શિવધુન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ખાતે ઠંડા પાણીની બોટલો વિતરણ કરાઈ
મોરબી: રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ શિવધુન મંડળ દ્વારા મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને ૧૨૦ નંગ એક લિટર ઠંડા પાણીની બોટલ આશરે ૫૧૦૦૦ રૂપીયાની ભેટ આપવામાં આવી હતી. પ્રજ્ઞાચક્ષુઓ કામ પર જાઈ ત્યારે ઠંડું પાણી પી શકે તે ઉદેશથી પાણીની બોટલનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શિવધુન મંડળ પરિવાર દ્વારા અન્ય સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમ કે આપણી પ્રાચીન સંસ્ક્રુતિ મુજબ સવારમાં પ્રભાત ફેરી રેગ્યુલર કરવામાં આવે છે. પ્રભાત ફેરીમા એકત્રીત થતું અનુદાન તેજ દિવસે જુદી જુદી ગૌશાળામાં ગાયોને ઘાસચારો પહોંચાડી દેવામાં આવવે છે. તેમજ એકત્રીત થતું અનાજ દરોજ પક્ષીઓને સવાર સાંજ 20 થી 25 કિલો ચણ નાખવામાં આવે છે. અને શિવધુન મંડળ દ્વારા સરકારી હોસ્પિટલમાં જઈ પ્રસુતિ વિભાગમાં મહિનામાં 15 થી 20 દિવસ કાટલાવાળા લાડવા પ્રસાદ રૂપે છેલ્લા 5 વર્ષથી પહોંચાડવામાં આવે છે. પ્રજ્ઞાચકસુ ભાઈઓને લક્ષમીનગર મુકામે રાશન કીટ જરૂરિયાત મુજબ પહોંચતી કરવામાં આવે છે. તેમજ શોભેસ્વર રોડ અનાથ આશ્રમ તેમજ વૃધા આશ્રમ બને જગ્યાએ જરૂરી રાશન કીટ મોકલવામાં આવે છે તથા કર્તવ્ય જીવદયા કેન્દ્રામાં બીમાર પક્ષીઓ માટે મેડિકલ કીટ પણ (દવાઓ) આપવામાં આવે છે.