Sunday, September 22, 2024

છેતરપીંડી: શેર બજારમા રોકાણ કરવાના બહાને વેપારી પાસેથી રૂ. 1.18 કરોડ પડાવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારાના વેપારીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી સારો નફો કમાવવાની લાલચ આપી ખોટું નામ ધારણ કરી શેર બજારમાં રોકાણ કરવાના બહાને વેપારી પાસેથી જુદા જુદા બેન્ક એકાઉન્ટમાથી મેળવી લઈ વેપારી પાસેથી આરોપીઓએ કુલ રૂ.૧,૧૮,૦૦,૦૦૦ પડાવી છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પંદર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. તેમા પણ ખાસ કરીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી લોકોના રૂપિયા પડાવી લે છે. સાયબર ક્રાઇમથી બચવા મોરબી પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી મહિતી પણ આપવામાં આવી હતી તેમ છતાં વેપારીઓ લોભામણી લાલચમાં ફસાઈ જતા હોય છે ત્યારે છેતરપીંડીનો ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ટંકારાની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૦૩ માં રહેતા અને વેપાર કરતા ભાસ્કરભાઈ જસમતભાઈ સંઘાણી (ઉ.વ.૩૩) એ આરોપી (૧) વોટસએપ નંબર ૭૫૫૮૬ ૬૪૯૨૯ તથા (૨) ૭૦૭૮૫ ૪૧૨૯૨ ના ધારક તથા (૩) SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42681624602 ધારક તથા (૪) PNB BANK બેંક એકાઉન્ટ નંબર 1590202 100000738 ના ધારક તથા (૫) AXIS BANK ACCOUT NO 9220200 07402677 તથા (૬) KOTAK BANK બેંક એકાઉન્ટ નંબર 1548181718 તથા (૭) HDFC BANK બેંક એકાઉન્ટ નંબર 9998805 0803959 તથા (૮) AXIS BANK બેંક એકાઉન્ટ નંબર 9230200 14083644 તથા (૯) ICICI BANK બેંક એકાઉન્ટ નંબર 2041050 02029 તથા (૧૦) BANK OF MAHARASTRA બેંક એકાઉન્ટ નંબર 60490722495 તથા (૧૧) RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 409002 006322 તથા (૧૨) RATNAKAR BANK બેંક એકાઉન્ટ નંબર 4090020 93766 તથા (૧૩) YES BANK બેંક એકાઉન્ટ નંબર 4963400004172 તથા (૧૪) SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42712599671 તથા (૧૫) SBI BANK બેંક એકાઉન્ટ નંબર 42975383219 ના ધારક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ખોટું નામ ધારણ કરી શેરબજારમાં રોકાણ કરવાના બહાને ફરીયાદીના કુલ રૂ.૧,૧૮,૦૦,૦૦૦ જુદા જુદા બેન્ક એકાઉન્ટમા આરોપીઓએ મેળવી લઈ ફરીયાદના ભરેલ નાણાં આજદીન સુધી પરત નહીં આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર