Monday, March 31, 2025

શહેરી ઘરવિહોણા લોકોને ગરમીથી બચાવવા મોરબી મહાપાલિકાની UCD શાખા દ્વારા આશ્રયગૃહ માટે ડે-ડ્રાઈવ યોજાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓનું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. તા.૨૭/૦૩/૨૦૨૫ ના રોજ બપોરના સમયે કમિશ્નર અને નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા બપોરના સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહ નો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેથી હિટવેવ ને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુ થી દિવસ દરમ્યાન ડે-ડ્રાઈવ નું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહ માં તબદીલ કરવામાં આવેલા હતા. ઉપરોક્ત ડ્રાઈવ દ્વારા ૧૫ ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોચાડવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર આશ્રયગૃહમાં વધુને વધુ ઘરવિહોણા લોકોને લાભ લેવા કમિશ્નર મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર