બુધવારે સ્થાનિક શેરબજારો સપાટ બંધ રહ્યા હતા. BSE ખાતે 30 શેરનો સેન્સેક્સ 85.40 અંક એટલે કે 0.16 ટકા ઘટીને 51,849.48 અંક પર બંધ થયો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી 1.35 અંક એટલે કે 0.01 ટકા વધીને 15576.20 અંકની નજીક બંધ થયો છે. નિફ્ટી પર યુપીએલ, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, IndusInd Bank અને અદાણી પોર્ટ્સના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ આઈટીસી, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, એશિયન પેઇન્ટ્સ અને કોટક મહિન્દ્રા બેન્કના શેર લાલ નિશાના સાથે બંધ થયા હતા.
સેકટોરીયલ ઈન્ડેક્ષની સ્થિતિ
નિફ્ટી ઑટો, મેટલ, એનર્જી અને પીએસયુ બેન્ક ઇન્ડિક્સ 1-3 ટકા વધીને બંધ થયો છે. એ જ રીતે બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ એક-એક ટકા વધીને બંધ રહ્યા હતા.
આ શેરો સેન્સેકસ પર ઘટ્યા
બીએસઇ સેન્સેક્સ પર આઈટીસીના શેરમાં સૌથી વધુ ૨.૮૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, એશિયન પેઇન્ટ્સ , ટીસીએસ, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક, એચડીએફસી, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, એચડીએફસી બેંક, નેસ્લે ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, ટાઇટન, એલટી, ડો.રેડ્ડીઝ, બજાજ ફિનસર્વ અને M&M લાલ નિશાન સાથે બંધ થયા છે.
આ શેરોમાં તેજી જોવા મળી.
સેન્સેક્સ પર IndusInd Bank બેન્કના શેરમાં ૧.૮૧ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત પાવરગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, મારુતિ, એસબીઆઈ, સન ફાર્મા, એનટીપીસી, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના શેર લીલા નિશાન સાથે બંધ રહ્યા હતા.