શેરબજારમા રોકાણ કરાવી છેતરપીંડીના ગુન્હામા સંડોવાયેલ વધુ એક આરોપી ઝડપાયો
મોરબી: શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી/વિશ્વાસધાત કરતા ગુન્હામા સંડોવાયેલ વધુ એક આરોપીને મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ઝડપી પાડયો છે.
ગઇ તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ કિશનભાઇ કાવર નામના અરજદારને વોટ્સએપ નંબર ૯૬૬૨૬૪૬૯૩૨ ઉપરથી https://app.fopgos.com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ આ અરજદાર શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/- નું ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ. બાદ ફરીયાદીએ પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી/ વિશ્વાસઘાત કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે આઇ.પી.સી કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦(બી) તથા આઇ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ થયેલ.
શેરબજાર ઓનલાઇન છેતરપિંડીના ગુન્હામાં અગાઉ કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હોય અને ગુન્હાના મુળ સુધી જઇ ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હામા સંડોવાયેલ અન્ય આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરતા આરોપી નં (૭) સુનય દિનેશચંદ્ર શાહ રહે, આનંદપુરી તા. આનંદપુરી જી. બાંસવાડા (રાજસ્થાન) વાળાને પકડી પાડેલ છે અને વધુ તપાસ તજવીજ ચાલુ છે.