મોરબીમાં તા.25 ના સહકારી 11 દૂધ મંડળીઓના ઉદ્ઘાટન કરાશે
કેન્દ્રીય ગૃહ- સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કક્ષાનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર આવતીકાલે તા.૨૫/૧૨/૨૦૨૪ ના રોજ “સહકારથી સમૃદ્ધિ” પહેલને સાકાર કરવા સમગ્ર દેશમાં નવરચિત, બહુઉદ્દેશીય પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ, પ્રાથમિક દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ તેમજ પ્રાથમિક મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓના ઉદ્ઘઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.૨૫/૧૨/ ૨૦૨૪ ના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સનાળા રોડ, મોરબી ખાતે બપો૨ના ૦૨:૦૦ કલાકથી ૦૪:૦૦ કલાક સુધી યોજાશે. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ૧૧ દૂધ મંડળીઓનું ઉદ્ઘાટન, ૦૧ સેવા સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા, ૦૩ સેવા સહકારી મંડળીઓને નાણાં હુકમ આપવામાં આવશે. તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના પ્રાસંગિક ઉદબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ ઉપરાંત કાર્યક્રમમાં સાંસદ સભ્ય, ધારાસભ્યઓ, સહકારી મંડળીઓના પ્રમુખઓ, સભ્યઓ અને વિવિધ અધિકારીગણ હાજર રહેશે. તેમ જિલ્લા રજીસ્ટ્રાર બી.એન.પટેલ, સહકારી મંડળીઓ, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.